કોલોસીયમ કે રોમન કોલીસીયમ જેને શરૂઆતમાં ફ્લેવીયન એમ્ફીથીએટર(Latin: Amphitheatrum Flavium, Italian Anfiteatro Flavio or Colosseo),કહેવાતો તે ઈટલીના રોમ શહેરની મધ્યમાં આવેલો ઈંડા આકારની ખૂલી રંગભૂમી કે ઍમ્ફીથિએટર છે. તે રોમન સમ્રાજ્યમાં બનેલ સૌથી મોટી ઈમારત હતી. તે રોમન વાસ્તુકળા અને ઈજનેરીનો ઉત્તમ નમૂનો ગણાય છે.
રોમન ફોરમના પૂર્વ ભાગની જમીને રોકતી આ ઈમારતનું બાંધકામ સમ્રાટ વૅસ્પેસિઅનના કાળમાં ઈ.સ. ૭૦ અને ૯૨ વચ્ચે ચલુ થયું અને ટાઈટસના કાળ દરમ્યાન ઈ.સ. ૮૦માં પૂર્ણ થયું. ડોમિશિઅનના કાળ દરમ્યાન (ઈ.સ. ૮૧-૯૬) સુધારા કરવામાં આવ્યાં. તેનું નામ એમ્ફીથિએટ્રમ ફ્લૅવિયમ વૅવૅસ્પેસિઅન અને ટાઈટસના કુળ નામ જેન્સ ફ્લૅવિઆ પરથે ફ્લૅવિયસ એવું ઉતરી આવ્યું છે.
૫૦૦૦૦ વ્યક્તિઓની ક્ષમતા, ધરાવતું કોલોસીયમ ખાસ કરી ગ્લેડીએટર બાજીઓ અને જન પ્રદર્શન માટે થતો. ગ્લેડીએટર બાજીઓ સિવાય બનાવટી દરિયાઈ યુદ્ધોૢ પ્રાણીઓનો આખેટૢ ફાંસીની સજાૢ પ્રસિદ્ધ યુદ્ધોની પુન૰ પ્રદર્શન કે રોમન પુરાણોની કથાઓના નાટકો આદિ અહીં ભજવાતાં. પૂર્વ મધ્ય યુગ સુધી આનો ઉપયોગ મનોરંજનમાટે થતો રહ્યો હતો. પાછળથી તે રહેણાંકૢ કાર્યશાળાૢ કારખાનાૢ ધર્મશાળાૢ કિલ્લોૢ ખાણૢ અને ખ્રીસ્તી દહેરા તરીકે સુદ્ધાં વપરાયો હતો.
એમ કહેવાય છે કે કોલોસીયમમાં ખેલાતા જીવલેણ ખેલ કે બાજીઓમાં પાંચ લાખ જેટ્લાં લોકો અને ૧૦ લાખ જેટલાં પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે.
ભયાન ધરતીકંપ અને પત્થર ચોરોને લીધે આજે ૨૧મી સદીમાં આ એક અર્ધ ખંડેર અવસ્થામાંજ અસ્તિત્વ ધરાવે છે પરંતુ તે રોમના સામ્રાજ્ય વાદ અને ધરતીકંપ વિરોધી બાંધકામમાં તેમની મહારતનું ચિન્હ બની રહ્યો છે. આજે રોમનું સૌથી પ્રખ્યાત પ્રવાસી સ્થળ છે અને રોમન કેથોલીક ચર્ચ સાથે નજીકથી સંકળાયેલ છે. દર ગુડ ફ્રાયડેના પોપની આગેવાનીમાં એક સ્ટેશન ઓફ ધ ક્રોસ કે વે ઓફ ધ ક્રોસ નામનું મશાલ સરઘસ કોલોસીયમ સુધી કાઢવામાં આવે છે.
કોલોસીયમ ઈટલી દ્વારા કાઢવામાં આવેલ ૫ સેંટના સિક્કાઓ પર પણ જોઈ શકાય છે.
કોલોસીયમ નું મૂળ લેટીન નામ એમ્ફીથિએટ્રમ ફ્લૅવિયમ હતું પણ તેનુ અંગ્રેજી કરણ થઈ તે ફ્લેવીયન એમ્ફીથીએટર બની ગયું. તેનું બાંધકામ ફ્લેવિયન વંશના રાજાઓ દ્વારા કરાવાયું આથી સમ્રાટ નીરોના નામ પરથી તેનું નામ પડ્યું.
આ નામ આધુનિક અંગ્રેજીમાં સારું એવું વપરાય છે પણ સામાન્ય રીતે તે અજાણ્યું છે. પુરાતનકાળમાં રોમન લોકો આને તેના બિનકાયદેસરના નામ એમ્ફીથિએટ્રમ સીઝેરીયમ તરીકે બોલાવતાં હોયૢ જે એક સંપૂર્ણ રીતે કાવ્યાતીત જ હોય. માત્ર આ કોલોસીયમનું જ તે નામ હોય તે જરૂરી નથી. કોલોસીયમ ના નિર્માતા વૅવૅસ્પેસિઅન અને ટાઈટસે આજ નામનું એમ્ફીથિએટ્રમ ફ્લૅવિયમ પુઝોલીમાં પણ બનાવડાવ્યું હતું.
લાંબા સમયથી એમ મનાય છે કે કોલોસીયમ આ નામ તેની બાજુમાં આવેલાં કોલોસસ ઓફ નીરો એટલેકે નીરોના મહાપૂતળુ પરથી પડ્યું છે (કોલોસલ અર્થાત મોટું પુતળું) નીરોના અનુગામીઓ દ્વારા આ પુતળાને ફરીથી ઓગાળીને તેને હીલીઓસ (સોલ) કે અપોલો (ગ્રીક પુરાણોના સૂર્યદેવ) ના રૂપે પાછળ સૂર્ય મુગટ સહિત સ્થપાયો. નીરોનું માથું ત્યાર બાદ તેના અનુગામી રાજા ઓના માથા સાથે બદલાતું રહ્યું. તેની નાસ્તિકતા સંબંધી બદનામી છતાં આ પુતળું મધ્યયુગમાં ટકી રહ્યું અને તેમાં જાદુઈ શક્તિ હોવાનું મનાતું રહ્યું. રોમના અમર અસ્તિત્વનો પુરાવો આપ્તું તે ચિન્હ બની રહ્યું. ૮મી સદીમાં વેનેરેબલ બીડીએ (ઈ.સ. ૬૭૨-૭૩૫) આ પુતળાના મહત્ત્વની ગાથા વર્ણવતી એક ટચુકડી કવિતા રચી. ક્વોંડીયુ સ્ટાબીટ કોલીસીયસ, સ્ટાબીટ એટ રોમા; ક્વોંડો કેડિટ કોલીસિયસ, કેડેટ એટ રોમા; ક્વોંડો કેડિટ રોમા ,કેડેટ એટ મુંડુસ ("જ્યાં સુધી કોલોસસ રહેશે ત્યાં સુધી રોઅમ રહેશે, જ્યારે કોલોસસ પડશે, પડશે રોમ ત્યારે;જ્યારે પડશે રોમ પડશે દુનિયા ત્યારે"). હમેંશા આનું ખોટું ભાષાંતર કોલોસિયસ ને બદલે કોલોસિયમના સંદર્ભમાં થાય છે (જેમકે, દા.ત.,