હવા મહેલ

હવા મહેલ (હિંદી: हवा महल, અર્થ: "હવાદાર મહેલ" કે “પવનનો મહેલ”), એ જયપુર શહેર, કે જે પશ્ચિમ ભારતમાં આવેલા રજસ્થાન રાજ્યનું પાટનગર છે, તેમાં આવેલો એક મહેલ છે. મહારાજા સવાઈ પ્રતપસિંહે ઇ. સ. ૧૭૯૯માં આ મહેલ બંધાવ્યો હતો અને તેનો આકાર હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના મુગટજેવો બનાવવામાં આવ્યો હતો. આ પાંચ માળ ઊંચા મહેલનો બાહ્ય દેખાવ મધપૂડાની રચનાને પણ મળતો આવે છે. તેમાં ઝરૂખા તરીકે ઓળખાતી ૯૫૩ બારીઓ છે, જે સુંદર નક્શીદાર જાળીથી સુશોભિત છે. મહેલની રાણીઓ જે સખત રીતે પડદા પ્રથા પાળતી તેઓ કોઈને દેખાયા વગર શહેર અને ગલીઓનું રોજિંદુ જીવન જોઈ શકે એ આ જાળીનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.

લાલ અને ગુલાબી રેતીયા પથ્થરનો બનેલો આ મહેલ જયપુર શહેરના હાર્દમાં આવેલ વાણિજ્યિક ક્ષેત્રમાં છે. આ જયપુર સીટી પેલેસનો એક ભાગ છે, તે જનાના (રાણીવાસ) સુધી વિસ્તરેલો છે. વહેલી સવારના પહોરમાં સૂર્યના સોનેરી પ્રકાશમાં તે સુંદર દેખાય છે.

ઇતિહાસ

રાજસ્થાનના કચવાહા વંશ ના આમેરના મહારાજા સવાઈ જય સિંહ, આ મહેલના મૂળ કલ્પના કર્તા હતાં જેમણે ઇ. સ. ૧૭૨૭માં જયપુર શહેર વસાવ્યું. જોકે તેમના પૌત્ર સવાઈ પ્રતાપ સિંહ, સવાઈ માધવસિંહનો પુત્ર, એ મહેલના ના વિસ્તરણમાં ૧૭૯૯માં આ મહેલ બંધાવ્યો. પ્રતાપ સિંહ હિંદુ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતાં, આથી તેમણે તેમને સમર્પણ કરતાં મહેલનો અકાર શ્રી કૃષ્ણના મુગટ જેવો બનાવડાવ્યો. જો કે આ વાતનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી, પણ કહેવાય છે કે રાજ પરિવારની મહિલાઓ જેમને સખત પડદા પ્રથામાં રખાતી તેઓ શહેરની ગલીઓનું રોજિંદુ જીવન, સરઘસ, તહેવાર આદિની રોનક ઈત્યાદિ જોઈ શકે તે હેતુથી આના ઝરૂખાની પથ્થરની નક્શીદાર જાળીઓ બેસાડવામાં આવી હતી. હવા મહેલે તે પડદા પ્રથાનું કાર્ય અનોખી અદાથી કર્યું. તેની જાહોજલલી અને આરમ તેપણ પડદા પાછળથી.

જયપુરનો રાજ પરિવાર આ મહેલને તેમના ઉનાળુ નિવાસ તરીકે પણ વાપરતો કેમકે તેની જાળીદાર રચના ઉનાળામાં જરુરી ઠંડક પુરી પાડતી.

વાસ્તુશૈલી

હવા મહેલ
મુખ્ય રસ્તા પરથી બહારનું દ્રશ્ય હવા મહેલનું પાછળનું દ્રશ્ય

આ મહેલ પાંચ માળાનું પિરામિડ આકારનું સ્મારક છે જે તેના જમીનથી ૫૦ ફૂટ ઊંચું છે. મહેલના ઉપરના ત્રણ માળની પહોળાઈ એક ખંડના માપ જેટલી છે જ્યારે પહેલાં અને બીજા માળની પાછળના ભાગમાં આંગણાં જેવી આગાશી છે. શેરીમાંથી જોતાં મહેલનો દેખાવ કાણાંવાળા મધપૂડા જેવો લાગે છે અને તેના ઝરૂખા મધપૂડાની ઝીણી પેટીઓ જેવા લાગે છે. તેના દરેક ખાંચામાં નાનકી બારીઓ છે જેમાં પથ્થરમાંથી કોતરેલી ઝાળી, છત્ર અને ઘુમ્મટ વિગેરે બેસાડેલ છે. આ એક મહેલ અર્ધ અષ્ટકોણાકાર ઝરૂખાઓનું ઝુમખું છે જે તેને અનોખું રૂપ આપે છે. મહેલની અંદરની તરફ જરુરિયાત પ્રમાણે થાંભલા અને ગલિયારા ગોઠવી ખંડ બનાવાયા છે જેમાં અત્યંત અલ્પ સુશોભન છે અને અહીંથી મહેલમાં સૌથી ઉપર જઈ શકાય છે. મહેલના અંતરંગ વિષે કહેવાય છે કે “વિવિધ રંગોના આરસપહાણના ખંડો છે જેમને આંતરિક ફલકોની નક્શી મીનાકારી આદિથી સજાવાયું છેૢ અને કેંદ્રીય ફુવારો આંગણાની સુંદરતા વધારે છે”.

લાલ ચંદ ઉસ્તા જેમણે જયપુર શહેરનું આયોજન કર્યું હતું તે આ મહેલના કાસ્તુવિદ હતાં, તે સમયે આ શહેર ભારતનું સૌથી સુંદર નિયોજિત શહેર ગણાતું. શહેરના અન્ય સ્મરકોની સાથે સુસંગતતા જાળવી રાખવા આને લાલ અને ગુલાબી રેતાળ પથ્થરથી બનાવવામાં આવ્યું હતું, આ મહેલ આ શહેરને ગુલાબી શહેર બનાવવમાં મદદ કરે છે. આના સન્મુખ ભાગે ૯૫૩ ઝીણવટતાથી કોતરેલા ઝરુખા છે (અમુક લાકડાના બનેલા છે) આ બાહરનો વૈભવી દેખાવ અંદરના સાવ સામાન્ય માળખાથી એકદમ વિપરીત છે. આની સાંસ્કૃતિક અને સ્થાપત્ય ધરોહર હિંદુ અને ઇસ્લામિક મોગલ શૈલિના સમંવયનું ઉદાહરણ છે; ઝરૂખાની ઉપર ઘુમ્મ્ટ ખાંચો પાડેલા સ્તંભો, કમળ અને ફૂલોની ભાતૢ રજપૂત શૈલિ દર્શાવે છે. પથ્થર પરની તારક્શી અને મીના કારી અને કમાન મોગલ શૈલિ બતાવે છે ( ફતેહ પુર શૈલિના આની સમાન પંચ મહલથી જુદી પડતી).

હવા મહેલમાં સીટી પેલેસ તરફથી પ્રવેશવા માટે એક મોટા શાહી દરવાજામાંથી પસાર થવું પડે છે. આ દરવાજો એક મોટા આંગણાં માં ખૂલે છે, જેની ત્રણ તરફ બે માળની ઈમારત આવેલ છે, અને પૂર્વ તરફ હવા મહેલ આવેલો છે. આના આંગઁઆંમાં એક સ્થાપત્ય સંગ્રહાલય પણ આવેલું છે.

હવા મહેલ મહારાજા જય સિંહના શે દુર્વે (મહત્વ પૂર્ણ શીલ્પ) તરીકે પણ ઓળખાય છે કેમકે આ તેના લાલિત્ય અને આંતરિક ઉંદરતાને કારણે તેમનું માનીતું હતું. આના ઝરુખાની જાળીઓમાંથી વહેતો પવન આંગણાં માંના ફુવારાઓને કારણે ખંડોને વધુ ઠંડક આપે છે.

આ મહેલની છત પરથી દેખાતું દ્રશ્ય અત્યંત આકર્ષક છે. પૂર્વે આવેલી સેરેદેઓરી બજાર પેરિસની ગલીઓ જેવી લાગે છે.પશ્ચિમથી ઉત્તર તરફ લીલી ખીણ અને આમેરનો કિલ્લો દેખાય છે. પૂર્વનએ દક્ષીણ તરફ થરનું રણની “અનંત રેખા ઊંચાનીચી વરાળ” દેખાય છે. એક ભૂતકાળની શુષ્ક અને વેરાન ભૂમિ, ભૂપૃષ્ઠમાં થતો આ ફેરફાર, જયપુરના મહારાજાના સંગઠિત પ્રયાસોને આભારી છે. આ મહેલને વર્સેલ્સ નો ભાઈબંધ પણ કહે છે. આ સ્મારકને અગાશી પરથી Views of the જંતર મંતર અને સીટી પેલેસ પણ જોઈ શકાય છે.

મહેલના સૌથી ઉપના મ બેમાળ પર માત્ર ઢાળ દ્વારા જ જઈ શકાય છે. આ મહેલનો રખરખાવ રાજસ્થાન સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

જિર્ણોદ્ધાર અને પુનઃનવીનીકરણ

૫૦ વર્ષના લાંબા અંતરાલ પછી ઇ. સ. ૨૦૦૫માં રૂ. ૪૫ લાખના ખર્ચે આ મહેલનો જીર્ણોદ્ધારા અને નવીની કરણનું કર્ય હાથ ધરવામાં આવ્યું.. જયપુરની ઐતિહાસિક સ્થાપત્ય ધરોહરના સંકર્ધન માટે નિગમ ક્ષેત્ર પણ આગળ આવી રહ્યું છે. ધ યુનિટ ટ્રસ્ટ ઓફ ઈંડિયાએ હવા મહેલના રખરખાવની જવાબદારી સંભાળી છે.

પ્રવાસી માહિતી

આ મહેલ, જેને “કાલ્પનીક વાસ્તુકળાનો નમૂનો” કહે છે, તે જયપુર શહેરની ઉત્તરમાં આવેલાં બડી ચૌપાડ નામના એક મુખ્ય નાકા પર આવેલ છે. દેશના અન્ય સ્થળોથી જયપુર સડક, રેલ અને હવાઈ માર્ગે જોડાયેલું છે. જયપુર રેલ્વે સ્ટેશન ભારતીય રેલ્વેની બ્રોડગેજ લાઇન પર આવેલ એક કેંદ્રીય મહત્ત્વપૂર્ણ સ્થાનક છે. શહેર રાસ્ટ્રીય ધોરી માર્ગ અને શહેરથી ૩ કિમી દૂર સંગનેર ખાતેના એક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દ્વારા જોડાયેલ છે

હવા મહેલનો પ્રવેશ સામેથી નહી પણ બાજુના રસ્તાની અંતમાંથી છે. હવા મજેલની સામે જોતા ઉભા હોવ તો તમારે જમણે વળવું અને ફરી પહેલા જમણાં વળાંકે વળી જવું,આમ કરતાં તમે એક કામાન દ્વાર તરફ પહોંચશો અને પછે આ મહેલના પાછળના ભાગ તરફ.

Listed in the following categories:
એક ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્સ અને સંકેતો
Mel Helama
18 September 2015
The stunning wall is on the outside you don't need to get inside, tho the view from top is good, but if you look for the great one wall, that's around the corner.
ITC Hotels
3 October 2012
The Hawa Mahal, built in 1799 has now become one of the major landmarks of Jaipur. The palace is shaped like a pyramid & is a five-storied building, with small windows, screens & arched walls.
Bruna Cruz
1 July 2017
The stunning wall with more than 900 windows view is only from outside, don't miss it, get down from the car and enjoy the beauty architecture of this palace.
Cynthia Verónica
19 September 2014
If you want to take a picture from the back side (from the street), go in the morning because in the afternoon the sun is gonna bother u.
rice / potato
16 December 2017
???? Head one block North of Hawa Mahal for Jaipur's best souvenir: a portrait by Mr. Tikam Chand's vintage camera
Pushkin Shukla
13 December 2017
Huge history. So many windows and first of its kind Mahal to show the cross ventilation system ! Do hire a Guide to explain you details

નજીકમાં હોટેલ્સ

બધી હોટલો જુઓ બધા જુઓ
ITC Rajputana Hotel Jaipur

starting $72

Treebo Raya Inn

starting $14

Pearl Palace Heritage - The Boutique Guest House

starting $47

Hotel Jai Palace

starting $11

OYO 2326 Hotel Star Plaza

starting $16

Abhineet Palace Hotel

starting $78

નજીકમાં સૂચવેલ સ્થળો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
જંતર મંતર

જંતર મંતરએ એક ખગોળ સ્થાપત્યોનો સમૂહ છે, જેને મહા

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
સીટી પેલેસ, જયપુર

સીટી પેલેસ, જયપુર, જેમાં ચંદ્ર મહેલ અને મુબારક મહેલ અને અન્ય ઈ

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
જલ મહેલ

જલ મહેલ (અથવા “જળ મહેલ”) એ એક મહેલ છે જે ભારતના રાજસ્થાન રાજ્યનન

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Raj Bhavan (Rajasthan)

Raj Bhavan (Hindi for Government House) is the official residence of

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
જયગઢનો કિલ્લો

જયગઢ કિલ્લો, જે જયપુરથી લગભગ ૧૫ કિમી દૂર આવેલો છે, એ ભારતના સ

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
આમેરનો કિલ્લો

આમેરનો કિલ્લો (હિંદી: आमेर क़िला)એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જ

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
આમેરનો કિલ્લો

આમેરનો કિલ્લો (હિંદી: आमेर क़िला)એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જ

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
ચાંદ વાવડી

ચાંદ વાવડી એક પ્રખ્યાત પગથીકુવો છે. તે ભારતના રાજસ્થાનની રાજ

સમાન પ્રવાસી આકર્ષણો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Palacios nazaríes

Les palais nasrides constituent un ensemble palatin destiné à la vie d

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Dolmabahçe Palace

The Dolmabahçe Palace (Turkish: Dolmabahçe Sarayı) in Istanbul, Tu

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Monplaisir Palace

The Monplaisir Palace is part of the Peterhof Palace Complex, Russia.

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Laxenburg castles

Laxenburg castles are imperial palaces and castles outside Vienna, in

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Quinta da Regaleira

Quinta da Regaleira is a quinta located near the historic centre of

બધા સમાન સ્થાનો જુઓ