કેસ્પિયન સમુદ્ર

કેસ્પિયન સમુદ્ર (, Russian: Каспийское море, , , ફારસી: دریای خزر or دریای مازندران ‎) વિસ્તારની દ્રષ્ટિએ પૃથ્વી પરનો સૌથી મોટો બંધીયાર જળશય છે, જેને વિવિધ રીતે વિશ્વના સૌથી મોટા સરોવર અથવા પૂર્ણકક્ષાના સમુદ્ર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ સમુદ્રનો સપાટીનો વિસ્તાર ૩,૭૧,૦૦૦ કિ.મી૨ (૧,૪૩,૨૦૦ ચો માઈલ) છે (જેમાં ગરબોગઝ્કેલ એલેગીનો સમાવેશ થતો નથી) અને તેમાં પાણીનો ૭૮,૨૦૦ કિ.મી૩ (૧૮,૮૦૦ માઈલ૩) જથ્થો રહેલો છે. તે બંધિયાર બેસિન છે (જેનો કોઈ બાહ્યપ્રવાહ નથી) અને તેની સીમાઓ ઉત્તરીય ઇરાન, દક્ષિણીય રશિયા, પશ્ચિમી કઝાકિસ્તાન અને તૂર્કમેનિસ્તાન અને પૂર્વીય અઝરબૈજાનથી બંધાયેલી છે.

તેના કિનારાના વિસ્તારોમાં રહેતાં પ્રાચીન રહેવાસીઓ કેસ્પિયન સમુદ્રને કદાચ તેની ખારાશ અને વિશાળતાને ધ્યાનમાં રાખીને મહાસાગર માનતા હતા. તેની ખારાશ લગભગ 1.2 ટકા જેટલી છે, જે અન્ય સમુદ્રોના પાણીની સરખામણીએ લગભગ ત્રીજા ભાગની છે. કેસ્પિયન સમુદ્રને પ્રાચીન નકશામાં ગિલાન (جیلان અથવા بحر جیلان ) કહેવાતો હતો. ઇરાનમાં, તેને કેટલીક વખત દરિયા-એ-મઝન્દરન (دریای مازندران ) એટલે કે પર્શિયન ભાષામાં મઝન્દરનના દરિયા તરીકે ઓળખવામાં આવતો હતો.

ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસ

કાળા સમુદ્રની જેમ, કેસ્પિયન સમુદ્ર પણ પ્રાચીન પેરાટેથિસ સમુદ્રનો અવશેષ છે. આશરે 5.5 મિલિયન વર્ષ પહેલાં ભૂગર્ભમાં હલચલ થવાને કારણે પ્લેટ ખસી જવાથી જમીનનું સ્તર ઊંચું જવાથી અને દરિયાની સપાટીમાં ઘટાડો થવાને કારણે કેસ્પિયન સમુદ્ર જમીન સીમાથી ઘેરાઈ ગયો હતો. ગરમ અને સૂકા વાતાવરણ દરમિયાન, જમીનથી ઘેરાયેલો સમુદ્ર સૂકાઈ જવાથી હેલિટ જેવા બાષ્પીભવનીય કાંપ એકત્ર થાય છે, જે પવનને કારણે જમા થયેલા રજકણોથી ઢંકાઈ જાય છે અને બાષ્પીભવન બાદના અવશેષો જ્યારે ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં બેઝીન ફરીથી ભરાઈ જાય છે ત્યારે બહાર આવે છે. તાજા પાણીના વર્તમાન પ્રવાહને કારણે કેસ્પિયન સમુદ્ર ઉત્તરીય ભાગોમાં તાજા-પાણીનું સરોવર છે. તેની ખારાશ ઇરાનિયન કિનારે વધારે જોવા મળે છે, જ્યાં જલગ્રહણ વિસ્તારમાંથી પાણીનો પ્રવાહ ખૂબ ઓછો આવે છે. હાલમાં કેસ્પિયન સમુદ્રની સરેરાશ ખારાશ પૃથ્વી પરના સમુદ્રોની સરેરાશ ખારાશની સરખામણીએ ત્રીજા ભાગની છે. ગરબોગઝ્કોલ એમબેયમેન્ટ, જે 1980ના દાયકામાં કેસ્પિયન સમુદ્રના મુખ્ય વિસ્તારમાંથી આવતું પાણી રોકી લેવામાં આવ્યું ત્યારે સુકાઈ ગયો હતો, તેની ખારાશ સામુદ્રિક ખારાશ કરતાં 10 ગણી વધારે છે.

ભૂગોળ

કેસ્પિયન સમુદ્ર જમીનની વચ્ચે રહેલું વિશ્વનું સૌથી મોટું જળાશય છે અને વિશ્વના સરોવરોના કુલ પાણીનો લગભગ 40 થી 44% હિસ્સો ધરાવે છે. કેસ્પિયન સમુદ્રનો દરિયાકિનારો અઝરબૈજાન, ઇરાન, કઝાકિસ્તાન,રશિયા અને તૂર્કમેનિસ્તાનને સ્પર્શે છે. કેસ્પિયનને ત્રણ વિશિષ્ટ ભૌતિક પ્રદેશોમાં વહેંચવામાં આવે છે: ઉત્તરીય, મધ્ય અને દક્ષિણીય કેસ્પિયન. ઉત્તર-મધ્ય સીમા મેંગશ્લેક પ્રારંભિક સ્થાન છે, જે ચેચેન ટાપુઓથી કેપ તાઇબ-કેરેગેન સુધી જાય છે. મધ્ય-દક્ષિણ સીમા એસ્પેરોન પ્રારંભિક સ્થાન છે, જે પ્રદેશનો ટેકરો છે જે ઝીલોઇ ટાપુથી કેપ કૂલી સુધી જાય છે. ગેરાબોગેઝકોલ અખાત કેસ્પિયનનો ખારાશ ધરાવતો પૂર્વીય આંતરિક ભાગ છે, જે તૂર્કમેનિસ્તાનનો ભાગ છે અને કેસ્પિયન સમુદ્ર સાથેના તેના જોડાણમાં અવરોધ બનતા ઇસ્થમસને કારણે તેને એક સરોવર પણ કહી શકાય છે.

ત્રણેય પ્રદેશો વચ્ચેનું વિભાજન ખરેખર ખુબ નાટકીય છે. ઉત્તરીય કેસ્પિયનમાં માત્ર કેસ્પિયન છાજલીનો સમાવેશ થાય છે, અને તે ભાગ ખુબ છીછરો છે, સરેરાશ ૫–૬ મીટર (૧૬–૨૦ ફુ) ઊંડાઈ ધરાવતા આ વિસ્તારમાં કેસ્પિયન સમુદ્રના કુલ જથ્થાનું માત્ર એક ટકો પાણી જ આ વિસ્તારમાં આવેલું છે. સમુદ્ર મધ્ય કેસ્પિયન તરફ નોંધપાત્ર ઢોળાવ ધરાવે છે, જ્યાં સરેરાશ ઊંડાઈ ૧૯૦ મીટર (૬૨૦ ફુ) છે. દક્ષિણીય કેસ્પિયન સૌથી ઊંડો ભાગ છે, જ્યાં સરેરાશ ઊંડાઈ ૧,૦૦૦ મીટર (૩,૩૦૦ ફુ) સુધી પહોંચે છે. મધ્ય અને દક્ષિણીય કેસ્પિયન સમુદ્રમાં અનુક્રમે 33% અને 66% પાણી ધરાવે છે. કેસ્પિયન સમુદ્રનો ઉત્તરીય ભાગ સામાન્ય રીતે શિયાળામાં થીજી જાય છે અને સૌથી ઠંડા શિયાળા દરમિયાન દક્ષિણમાં પણ બરફ જામી જાય છે.

130 થી વધુ નદીઓના પ્રવાહ કેસ્પિયન સમુદ્રમાં ભળે છે જેમાં વોલ્ગા નદી સૌથી મોટી છે. બીજો મહત્ત્વનો પ્રવાહ ઉરાલ નદીનો છે, જે ઉત્તરમાંથી વહે છે અને કુરા નદી દરિયાથી પશ્ચિમ દિશામાંથી આવે છે. ભૂતકાળમાં મધ્ય એશિયાની અમુ દરિયા (ઓક્સસ) હાલમાં સૂકાઈ ગયેલા નદીના પટ ઉઝબોય નદી માર્ગે કેસ્પિયન સમુદ્રમાં પાણી ઠાલવવા માટે ઘણી વખત પોતાનું વહેણ બદલતી હતી, આ જ બાબત ઉત્તરીય ભાગમાં સીર દરિયાને પણ લાગુ પડતી હતી. કેસ્પિયનમાં અસંખ્ય નાના ટાપુઓ પણ આવેલા છે, જે મુખ્યત્વે ઉત્તર ભાગમાં આવેલા છે અને બધું મળીને કુલ ૨,૦૦૦ કિ.મી૨ (૭૭૦ ચો માઈલ) જમીન ધરાવે છે. ઉત્તરીય કેસ્પિયનને અડીને કેસ્પિયન ગર્ત આવેલો છે, જે દરિયાની સપાટીથી ૨૭ મીટર (૮૯ ફુ) નીચે આવેલો નીચાણવાળો પ્રદેશ છે. મધ્ય એશિયનના ઘાસના મેદાનો ઉત્તરપૂર્વીય કિનારા સુધી પથરાયેલા છે, જ્યારે કૌકાસસની પહાડીઓ પશ્ચિમી કિનારાને આલિંગન આપે છે. ઉત્તર અને પૂર્વ એમ બંને તરફ આવેલા બાયોમ્સ ઠંડા અને ખંડીય રણપ્રદેશોની લાક્ષણિકતા ધરાવે છે. બીજી બાજુ, દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણનું વાતાવરણ ઉચ્ચપ્રદેશો અને પર્વતમાળાના મિશ્રણને કારણે અસમાન ઊંડાણને સામાન્ય રીતે ગરમ રહે છે, કેસ્પિયનની આસપાસના વિસ્તારોના વાતાવરણમાં રહેલા મોટા ફેરફારોને કારણે આ પ્રદેશમાં વિશાળ પ્રમાણમાં જૈવિક વિવિધતા જોવા મળે છે.

પ્રાણીસૃષ્ટિ

કેસ્પિયન સમુદ્રમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સ્ટુર્જન નામની મોટી માછલી આવેલી છે, જે ઇંડા મૂકે છે જેનામાંથી કેવિયર નામનું અથાણું બનાવવામાં આવે છે. માછીમારીની વધારે પડતી પ્રવૃત્તિને કારણે ટુના ફિશરીના આર્થિક રીતે ઘસાઇ જવા સહિત અનેક ઐતિહાસિક ફિશરીશ નાશ પામી છે. તાજેતરના વર્ષોમાં સ્ટુર્જન માછલીની માછીમારીની વધારે પડતી પ્રવૃત્તિને કારણે જ્યાં સુધી સ્ટુર્જન માછલીની વસતિ વધીને અગાઉના સ્તરે ન પહોંચે ત્યાં સુધી તેની માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે પર્યાવરણવાદીઓ હિમાયત કરી રહ્યા છે. જો કે, સ્ટુર્જનના અથાણાંની ઊંચી કિંમતને કારણે સત્તાધારીઓ આંખ આડા કાન કરે તે માટે લાંચ આપવાનું માછીમારોને પોસાતું હોવાથી નિયમનો બિનઅસરકારક બની રહે છે. સ્ટુર્જનના ઇંડાનું અથાણું કેવિયર બનાવવાનો વ્યવસાય માછલીઓની વસતિને પણ જોખમમાં મૂકે છે કારણ કે તેમાં પ્રજનન કરતી માદા માછલીઓને નિશાન બનાવવામાં આવે છે. કાળા સમુદ્રની નજીકમાં આવેલા કેસ્પિયન સમુદ્રના ભાગમાં ત્યાંની સ્થાનિક ઝેબ્રા મસલ પણ જોવા મળે છે, જેને આકસ્મિક રીતે જ અન્ય પ્રદેશોમાં લઈ જવામાં આવી હતી અને હવે તે ઘણાં દેશોમાં અતિક્રમણકારી જાત બની છે.

કેસ્પિયન સીલ (કેટલાક સ્ત્રોતમાં ફોકા કેસ્પિકા , પુસા કેસ્પિકા ), જે કેસ્પિયન સમુદ્રમાં સામાન્ય છે, તે જમીનની મધ્યમાં રહેલા પાણીમાં રહેતી માત્ર ગણતરીની સીલ જાતિઓમાં સ્થાન ધરાવે છે (જુઓ બૈકલ સીલ, સાઈમા રીંગ્ડ સીલ). આ વિસ્તારે પક્ષીઓની અનેક જાતિઓને તેના નામ આપ્યા છે, જેમાં કેસ્પિયન ગલ અને કેસ્પિયન ટર્નનો સમાવેશ થાય છે. માછલીની એવી અનેક જાતિ અને પ્રજાતિ છે જે કેસ્પિયન સમુદ્રમાં સામાન્ય રીતે જોવા મળે છે, જેમાં કુટુમ (જે કેસ્પિયન સફેદ માછલી તરીકે પણ ઓળખાય છે), કેસ્પિયન રોચ, કેસ્પિયન બ્રીમ (કેટલાક અહેવાલો અનુસાર એરલ સમુદ્રમાં જોવા મળતી બ્રીમ પણ આ જ પ્રજાતિની છે), અને કેસ્પિયન સેલ્મન (ટ્રાઉટની પ્રજાતિ, સલ્મો ટ્રુટા કેસ્પિયન્સીસ ). "કેસ્પિયન સેલ્મન" અત્યંત ભયમાં છે.

પર્યાવરણ સંબંધી પ્રશ્નો

યુરોપની સૌથી મોટી નદી વોલ્ગા નદી યુરોપના લગભગ 20 % જમીન વિસ્તારમાંથી વહે છે અને કેસ્પિયન સમુદ્રના તાજા પાણીનો 80 % સ્ત્રોત ધરાવે છે. તેના નીચાણના ભાગો રસાયણો અને જૈવિક પ્રદૂષકો અનિયંત્રિત રીતે ઠલવાતા હોવાને કારણે મોટા પ્રમાણમાં વિકાસ પામ્યા છે. વર્તમાન આંકડાઓ ખૂબ જ ઓછા છે અને તેની ગુણવત્તા અંગે પણ સવાલો પેદા થતાં હોવા છતાં કેસ્પિયન સમુદ્રમાં સીમાપારથી ઠલવાતા પ્રદૂષકોનો મુખ્ય સ્ત્રોત વોલ્ગા છે તેનો નિર્દેશ કરતાં પૂરતા પૂરાવા છે. ઓઇલ અને ગેસ નિષ્કર્ષન પ્રવૃત્તિનું કદ અને પરિવહન પાણીની ગુણવત્તા માટે મોટું જોખમ છે. પાણીમાંથી પસાર થતી અથવા સૂચિત ઓઇલ અને ગેસ પાઇપલાઇન પર્યાવરણ સામેના જોખમની શક્યતાઓને વધારે છે.

હાઇડ્રોલોજિકલ લાક્ષણિકતાઓ

કેસ્પિયન દરિયા અને સરોવર બંનેની લાક્ષણિકતાઓ ધરાવે છે. તે તાજા પાણીનું સરોવર નહીં હોવા છતાં તેને ઘણીવખત વિશ્વના સૌથી મોટા સરોવર તરીકે ઓળખવામાં આવે છે. કેસ્પિયન આશરે 5.5 મિલિયન વર્ષ અગાઉ પ્લેટ ટેક્ટોનિક્સના કારણે જમીનથી ઘેરાઈ ગયું. વોલ્ગા નદી (આશરે તાજા પાણીનો આશરે 80 % પ્રવાહ) અને ઉરલ નદી તેનું પાણી કેસ્પિયન સમુદ્રમાં ઠાલવે છે, પરંતુ બાષ્પીભવન સિવાય તેનો કુદરતી બાહ્યપ્રવાહ નથી. આમ કેસ્પિયન નિવસનતંત્ર બંધિયાર બેઝિન છે અને તે તેનો પોતાનો દરિયાની સપાટીનો ઇતિહાસ ધરાવે છે જે વિશ્વના અન્ય સમુદ્રોના સમસ્થિતિક સ્તર કરતા સ્વતંત્ર છે. કેસ્પિયનની સપાટીમાં સદીઓ દરમિયાન ઘણી વખતે ઘણી ઝડપથી વધારો ઘટાડો જોવા મળ્યો છે. કેટલાક રશિયન ઇતિહાસકારોએ દાવો કર્યો છે કે 13મી સદીથી 16મી સદી દરમિયાન અમુ દરિયાએ કેસ્પિયન સમુદ્ર તરફ તેનો માર્ગ બદલ્યો હોવાને કારણે કેસ્પિયન સમુદ્રની મધ્યયુગીન સપાટીમાં એટલો વધારો થયો હતો કે એટીલ જેવા ખઝારીયાના દરિયાકિનારાના નગરોમાં પૂર આવ્યું હતું. 2004માં, પાણીનું સ્તર -28 મીટર અથવા દરિયાની સપાટીથી 28 મીટર (92 ફૂટ) જેટલું નીચું હતું.

સદીઓ દરમિયાન, કેસ્પિયન સમુદ્રની જળ સપાટી વોલ્ગાના પ્રવાહના આધારે પરિવર્તન આપતી રહી છે, જે વિશાળ જલગ્રહણ વિસ્તારમાં થયેલા વરસાદ પર આધારિત છે. વરસાદનો સંબંધ ઉત્તરીય એટલાન્ટિકના દબાણ પર રહેલો છે, જે અંતરીયાળ વિસ્તારો સુધી પહોંચે છે અને તેના પર ઉત્તરીય એટલાન્ટિક દોલનના ચક્રની અસર થાય છે. આમ કેસ્પિયન સમુદ્રના સ્તરનો સંબંધ ઉત્તર અને પશ્ચિમમાં હજારો માઇલ સુધી વિસ્તરાયેલા ઉત્તર એટલાન્ટિકની વાતાવરણની સ્થિતિ સાથે રહેલો છે. આ પરિબળો વૈશ્વિક વાતાવરણીય પરિવર્તનના કારણો અને અસરોના અભ્યાસ માટે કેસ્પિયન સમુદ્રને મૂલ્યવાન સ્થળ બનાવે છે. (સંદર્ભ આપો)

છેલ્લું ટૂંકાગાળાનું દરિયાઇ સપાટીનું ચક્ર દરિયાની સપાટીમાં 1929 થી 1977માં થયેલ ૩ મી (૯.૮૪ ફુ) ઘટાડાથી શરૂ થયું, ત્યારબાદ 1977થી 1995માં ૩ મી (૯.૮૪ ફુ) વધારો થયો. ત્યારથી નાના પ્રમાણમાં વધારો-ઘટાડો નોંધાયેલો છે.

માનવ ઇતિહાસ

કેસ્પિયન સમુદ્રની દક્ષિણમાં ઇરાનના મઝન્દરનના બેહશહર નગર નજીક આવેલી હ્યુટોની ગુફાની શોધ 75,000 વર્ષ અગાઉ માનવ વસાહત હોવાનું સૂચન કરે છે.

નામની વ્યુત્પત્તિ

ગ્રીક ઇતિહાસકાર સ્ટ્રેબો અનુસાર, 'કેસ્પિયન' નામ સંસ્કૃત શબ્દ 'કશ્યપ', જે પ્રાચીન ભારતીય ઋષિનું પણ નામ છે તેના પરથી પાડવામાં આવેલું હોવું જોઈએ અને ભારતના હિન્દુઓ પણ આ પ્રકારની માન્યતા ધરાવે છે.

પ્રાચીન સમયમાં ગ્રીક અને પર્શિયન લોકોમાં આ સમુદ્રને હર્કેનિયન મહાસાગર કહેવામાં આવતો હતો. પ્રાચીન પર્શિયામાં, ઉપરાંત આધુનિક ઇરાનમાં પણ, તેને ગીલાન સમુદ્ર (પર્શીયનમાં گیلان)તરીકે ઓળખવામાં આવતો હતો. ભારતીયોમાં તેને કશ્યપ સાગર તરીકે ઓળખવામાં આવે છે. તૂર્ક ભાષા બોલતા દેશોમાં તેને ખઝર સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન રશિયામાં તેને ખ્વારેઝમિયાના રહેવાસીના નામ પરથી ખ્વાલીન (ખ્વાલિનિયન) સમુદ્ર (Хвалынское море /Хвалисское મોપ) તરીકે ઓળખવામાં આવતો હતો. પ્રાચીન અરેબિક સ્ત્રોતમાં તેનો ઉલ્લેખ કેસ્પિયન/ગીલાન સમુદ્ર ر جیلان બહર ગિલાન તરીકે કરવામાં આવ્યો છે. કેસ્પિયન શબ્દ સમુદ્રની દક્ષિણ પશ્ચિમમાં આવેલા ટ્રાન્સકૌકેસિયામાં રહેતી પ્રાચીન પ્રજા કેસ્પિ (પર્શિયન کاسپی) પરથી ઉતરી આવ્યો છે. સ્ટ્રેબોએ નોંધ્યું હતું કે "આલ્બેનિયન પ્રજાનો દેશ પણ કેસ્પિયાને નામના પ્રદેશનો એક ભાગ હતો, જેને સમુદ્રની જેમ જ કેસ્પિયન જાતિ પરથી નામ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે આ જાતિ અદ્રશ્ય થઈ ગઈ છે." વધુમાં, કેસ્પિયન ગેટ્સ, જેનું નામકરણ ઇરાનના તેહરાન પ્રદેશ પરથી કરવામાં આવ્યું છે, પણ એ વાતનો વધુ એક પૂરાવો છે કે આ જાતિના લોકો સમુદ્રની દક્ષિણ દિશામાં આવેલા પ્રદેશોમાં સ્થળાંતર કરી ગયા હતા.

તૂર્કિશ ભાષામાં સાતત્યપૂર્ણ વર્ણમાલાનો ઉપયોગ કરવામાં આવે છે જે ઉપર જણાવવામાં આવેલી ઇન્ડો-યુરોપિયન ભાષોઓ કરતાં અલગ પડે છે. દાખલા તરીકે, તૂર્કમેનમાં નામ હઝર ડેન્ઝી (Hazar deňzi) છે, જે અઝેરીમાં Xəzər dənizi અને આધુનિક તૂર્કિશ ભાષામાં હઝર ડેનિઝી (Hazar denizi) છે. આ તમામ કિસ્સાઓમાં, બીજા શબ્દનો સામાન્ય અર્થ "સમુદ્ર" છે અને પ્રથમ શબ્દ ઐતિહાસિક ખઝર તૂર્કનો ઉલ્લેખ કરે છે જેણે સાતમીથી દસમી સદીની વચ્ચે કેસ્પિયન સમુદ્રની ઉત્તરે વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું.

કેસ્પિયન સમુદ્ર નજીકના શહેરો

સમુદ્ર નજીક આવેલા ઐતિહાસિક શહેરો નીચે મુજબ છેઃ

  • હિર્કેનિયા, ઇરાનની ઉત્તરમાં આવેલું પ્રાચીન રાજ્ય
  • તમિશેહ, ઇરાનનો મઝન્દરન પ્રાંત
  • એન્ઝલી, ઇરાનનો ગિલાન પ્રાંત
  • અસ્ટરા, ઇરાનનો ગિલાન પ્રાંત
  • અતિલ, ખઝરીયા
  • ખઝારન
  • બકુ, અઝરબૈજાન
  • ડર્બન્ટ, ડગેસ્ટાન, રશિયા

આધુનિક શહેરો

કેસ્પિયન સમુદ્રની નજીક આવેલા મુખ્ય શહેરો

  • અઝરબૈજાન
    • અસ્ટરા
    • અવરોરા
    • બકુ
    • બન્કે
    • ગોબુસ્તાન
    • ક્વાલા
    • ખુદાત
    • ખચમાઝ
    • લંકરન
    • નાબ્રાન
    • ઓઇલ રોક્સ
    • સુમકાયિત
  • ઇરાન
    • અલિ આબાદ
    • અમોલ
    • ઇસ્તાનેહ-યે અશ્રફિયેહ
    • અસ્ટરા
    • બાબોલ
    • બાબોલસર
    • બન્દર અંઝલી
    • બન્દર-એ-ગાઝ
    • બન્દર તોર્કામન
    • બેહશહર
    • ચાલૂસ
    • ફેન્ડરેસ્ક
    • ઘાએમ શહર
    • ગોનબાદ-એ-કાવુસ
    • ગારગાન
    • જૂયબાર
    • કોર્ડકુય
    • લહિજાન
    • લાનગ્રુડ
    • મહમૂદ આબાદ
    • નેકા
    • નોવશહર
    • નૂર
    • રામસર
    • રશ્ત
    • રુદબર
    • રુદસર
    • સરી
    • ટોનેકાબોન
  • કઝાકિસ્તાન
    • અટીરાઉ (અગાઉનું ગુરીવ)
    • અકટાઉ (અગાઉનું શેવકેન્કો)
  • રશિયા
    • અસ્ટરાખાન
    • ડર્બન્ટ
    • મખાચકાલા
  • તુર્કમેનિસ્તાન
    • તુર્કમેનબસી (અગાઉનું ક્રાસનોવોસ્ક)
    • હઝર (અગાઉનું સેલિકન)
    • ઇસેનગુલી
    • ગેરાબોગાઝ (અગાઉનું બેકડાસ)

ટાપુઓ

સમગ્ર કેસ્પિયન સમુદ્રમાં સંખ્યાબંધ ટાપુઓ આવેલા છે. ઓગુર્જા એડા સૌથી મોટો ટાપુ છે. આ ટાપુ 47 કિલોમીટર લાંબો છે, હરણો મુક્ત રીતે ઘુમે છે. ઉત્તર કેસ્પિયનમાં, મોટાભાગના ટાપુઓ નાના અને માનવ રહેણાંક વિનાના છે, જેમ કે ટ્યુલેની આર્કિપેલાગો, મહત્ત્વપૂર્ણ પક્ષી વિસ્તાર (આઇબીએ (IBA)) છે, આમ છતાં કેટલાક ટાપુઓ પર માનવ વસાહતો પણ જોવા મળે છે.

અઝરબૈજાન કિનારાની નજીક આવેલા ઘણાં ટાપુઓ તેમાં રહેલી ખનીજતેલની અનામતોને કારણે ઘણું બધું ભૂરાજકીય અને આર્થિક મહત્વ ધરાવે છે. બુલા ટાપુ અઝરબૈજાનના ઓફશોરમાં આવેલો છે અને વિપુલ માત્રામાં ખનીજતેલની અનામતો ધરાવે છે. પીરાલ્લાહી ટાપુ, અઝરબૈજાનના ઓફશોરમાં આવેલો, પણ ખનીજતેલની અનામતો ધરાવે છે, તે અઝરબૈજાનમાં ખનીજતેલ ધરાવતા પ્રથમ સ્થળોમાં સ્થાન ધરાવે છે અને કેસ્પિયન સમુદ્રમાં સેક્શનલ ડ્રિલિંગ કરવામાં આવેલા પ્રથમ સ્થળોમાં પણ તેનું સ્થાન છે. નાર્ગિનનો ઉપયોગ ભૂતકાળમાં સોવિયેટ થાણાં તરીકે કરવામાં આવતો હતો અને તે બકુ અખાતમાં સૌથી મોટો ટાપુ છે. આશુરાદેહ ઇરાનિયન દરિયાકિનારાની નજીક જ્યોર્જન અખાતની ઉત્તર પૂર્વે મિયાનકલેહ દ્વિપકલ્પની પૂર્વ બાજુએ આવેલો છે. ટાપુ પરના વસાહતીઓએ નહેરનું નિર્માણ કરતાં તે દ્વિપકલ્પથી વિખૂટો પડ્યો હતો.

ખનીજતેલના ઉત્પાદનને કારણે ખાસ કરીને અઝરબૈજાનની આસપાસ આવેલા વિવિધ ટાપુઓને બહુ મોટા પાયા પર પર્યાવરણનું નુકસાન સહન કરવું પડ્યું છે. દાખલા તરીકે, વલ્ફને આજુબાજુઓના ટાપુઓ પરના ખનીજતેલના ઉત્પાદનને કારણે ઘણું ઇકોલોજીકલ નુકસાન સહન કરવું પડ્યું છે, જો કે કેસ્પિયન સીલ અને અન્ય વિવિધ જાતિના દરીયાઈ પક્ષીઓ હજુ પણ જોવા મળે છે.

હાઇડ્રોકાર્બન સંસાધનો

ઐતિહાસિક વિકાસ

કેસ્પિયન વિસ્તાર ઊર્જા સ્રોતની રીતે ઘણો જ સમૃદ્ધ છે. આ વિસ્તારોમાં લગભગ 10મી સદીથી કૂવાઓનું શારકામ કરવામાં આવ્યું છે. 16મી સદી સુધીમાં, યુરોપિયનોને આ વિસ્તારની આસપાસ આવેલી ખનિજતેલ અને ગેસની સમૃદ્ધ અનામતો વિશેનો ખ્યાલ આવી ગયો હતો. અંગ્રેજ વેપારી થોમસ બેનિસ્ટર અને જેફરી ડ્યુકેટે બાકુની આસપાસના વિસ્તારને આલેખતાં જણાવ્યું હતું કે દેખાવમાં ખૂબ જ વિચિત્ર છે, કારણ કે તે ભૂગર્ભમાંથી એટલા વિપુલ પ્રમાણમાં તેલ ઉત્પન્ન કરે છે, જેનાથી તમામ દેશોને તેમના ઘર બાળવામાં પૂરું પડી રહી શકે. આ તેલ કાળું છે અને તેને નેફ્ટે કહેવામાં આવે છે. બકુ નગરની આસપાસ અન્ય પ્રકારનું તેલ છે, જે સફેદ અને ખૂબ જ કિમતી છે (એટલે કે "પેટ્રોલિયમ").

વિશ્વનો પ્રથમ ઓફશોર વેલ અને મશીન દ્વારા શારકામ કરીને તૈયાર કરવામાં આવેલો વેલ અઝરબૈજાનમાં બકુ નજીક બીબી-હૈબેત અખાતમાં તૈયાર કરવામાં આવ્યો હતો. 1873માં, તે વખતે વિશ્વમાં સૌથી મોટા ખનીજતેલ ક્ષેત્ર તરીકે જાણીતા કેટલાક વિસ્તારોમાં સ્થાન પામતા એબશેરોન દ્વિપકલ્પમાં બાલખાલ્ની, સબુન્ચી, રામાના અને બીબી હૈબત ગામો નજીક ખનિજ તેલનું સંશોધન અને વિકાસ કાર્ય શરૂ કરવામાં આવ્યું. કુલ મેળવી શકાય તેવી અનામતો 500 મિલિયન ટન જેટલી હતી. 1900 સુધીમાં બકુમાં 3,000 કરતાં વધારે તેલના કૂવા હતા, જેમાંથી 2,000 કરતાં વધારે કૂવાઓ ઔદ્યોગિક ધોરણે તેલનું ઉત્પાદન કરતાં હતા. 19મી સદીના અંત સુધીમાં, બકુ કાળા સોનાની રાજધાની તરીકે પ્રખ્યાત બની ગયું અને ઘણાં કુશળ કારીગરો અને નિષ્ણાતોનો આ શહેરમાં ધસારો થવા લાગ્યો.

20મી સદીના પ્રારંભ સુધીમાં, બકુ આતંરરાષ્ટ્રીય તેલ ઉદ્યોગના કેન્દ્રમાં હતું. 1920માં જ્યારે બોલ્શેવિકોએ અઝરબૈજાન કબજે કરી લીધું ત્યારે તેલના કૂવાઓ અને ફેક્ટરીઓ સહિતની તમામ ખાનગી મિલકતો જપ્ત કરી લેવામાં આવી. ત્યારબાદ, રીપબ્લિકનો સમગ્ર તેલ ઉદ્યોગ સોવિયેટ યુનિયનના નિયંત્રણમાં આવી ગયો. 1941 સુધીમાં, અઝરબૈજાન 23.5 મિલિયન ટન જેટલું વિક્રમી ખનિજતેલ ઉત્પન્ન કરતું હતું, અને બકુ પ્રદેશ સમગ્ર યુએસએસઆર (USSR)માં ઉત્ખનન કરવામાં આવતા ખનિજતેલમાં 72 ટકા હિસ્સો આપતું હતું. 1994માં, "કોન્ટ્રાક્ટ ઓફ ધ સેન્ચ્યુરી" પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેણે બકુના ખનિજતેલ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ આતંરરાષ્ટ્રીય વિકાસ તરફ નિર્દેશ કર્યો. અઝરબૈજાનમાં ઉત્પાદન પામેલા ખનિજતેલને સીધા જ તૂર્કિશ ભૂમધ્ય બંદર સૈહન સુધી લઈ જતી બકુ–બિલિસી-સૈહન પાઇપલાઇનનો 2006માં પ્રારંભ કરવામાં આવ્યો.

વર્તમાન સમસ્યાઓ

કેસ્પિયન બેઝીનમાં આવેલા ખનિજતેલની કિંમત 12 ટ્રીલિયન અમેરિકન ડોલર હોવાનો અંદાજ છે. યુએસએસઆર (USSR)ની અચાનક પડતી અને તેના પરિણામસ્વરૂપે આ પ્રદેશ ખૂલી જવાને કારણે આંતરરાષ્ટ્રીય ઓઇલ કંપનીઓ દ્વારા આ ક્ષેત્રમાં કરવામાં આવતા રોકાણ અને વિકાસમાં તીવ્ર તેજી નોંધાઈ છે. 1998માં ડિક ચેનીએ ટીપ્પણી કરી હતી કે, "હું એવા સમયનો વિચાર કરી શકતો નથી જ્યારે આપણી પાસે એવો કોઈ પ્રદેશ હોય જે કેસ્પિયનની જેમ અચાનક જ ઉભરી આવ્યો અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની ગયો હોય."

આ પ્રદેશના વિકાસને કારણે પેદા થયેલી સૌથી મહત્વની સમસ્યા કેસ્પિયન સમુદ્રની સ્થિતિ અને પાંચ લિટોરલ રાજ્યો (નીચે જણાવ્યા પ્રમાણે)માં જળસીમાઓનું સ્થાપન છે. હાલમાં દરિયાઇ જળસીમાઓ અંગે અઝરબૈજાનના તૂર્કમેનિસ્તાન અને ઇરાન સાથેના વિવાદને કારણે ભવિષ્યના વિકાસના આયોજનને ફટકો પડી શકે તેવી શક્યતા છે.

સૂચિત ટ્રાન્સ-કેસ્પિયન તેલ અને ગેસ પાઇપલાઇનો અંગે હાલમાં ઘણો જ વિવાદ રહેલો છે. આ પ્રોજેક્ટ્સથી પશ્ચિમી દેશોના બજારો કઝાખ ઓઇલ અને સૂચિત ઉઝબેક અને તૂર્કમેન ગેસ સુધી સરળતાથી પહોંચી શકે છે. યુનાઇટેડ સ્ટેટ્સે આ પાઇપલાઇનો માટે તેનો ટેકો આપ્યો છે. રશિયાએ સત્તાવાર રીતે પર્યાવરણના આધાર પર આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. વિશ્લેષકોએ નોંધ્યું છે કે પાઇલાઇનો સંપૂર્ણ રીતે રશિયાના પ્રદેશોને બાજુએ રાખીને નીકળે છે, તેથી દેશને મૂલ્યવાન ટ્રાન્ઝીટ ફી મળી શકે તેમ નથી, ઉપરાંત આ પ્રદેશમાંથી પશ્ચિમમાં થતી હાઇડ્રોકાર્બનની નકાસમાં રહેલી તેની મોનોપોલી પણ ખતમ થઈ જાય છે. તાજેતરમાં કઝાકિસ્તાન અને તૂર્કમેનિસ્તાન એમ બંને દેશોએ ટ્રાન્સ-કેસ્પિયન પાઇપલાઇનને તેનો ટેકો જાહેર કર્યો છે.

વર્તમાન અને સૂચિત નહેરો

કેસ્પિયન સમુદ્ર જમીનની મધ્યમાં રહેલો હોવા છતાં તેમાં તાજું પાણી ઉમેરતી મુખ્ય નદી વોલ્ગા ડોન નદી સાથે (અને આમ કાળા સમુદ્ર સુધી) અને તેની શાખા કેનાલો ઉત્તરીય ડ્વીના અને સફેદ સમુદ્ર સુધી હોવા સાથે બાલ્ટીક સમુદ્ર સાથે મહત્વપૂર્ણ રીતે વહાણવટાની કેનાલો સાથે જોડાયેલી છે. કેસ્પિયન સમુદ્રમાં પાણી ઠાલવતી અન્ય એક નદી કુમા નદી ડોન બેઝીન સાથે સિંચાઈની નહેરો દ્વારા જોડાયેલી છે.

ભૂતકાળમાં સૂચવવામાં આવેલી નહેરો

મુખ્ય તૂર્કમેન નહેર, જેનું બાંધકામ 1950માં શરૂ કરવામાં આવ્યું હતું, અમુ દરિયા પર નુકુસથી કેસ્પિયન સમુદ્ર પર ક્રાસ્નોવોસ્ક સુધી પહોંચે છે. આ નહેરનો ઉપયોગ માત્ર સિંચાઇ માટે જ નહીં પરંતુ અમુ-દરિયા અને એરલ સમુદ્રને કેસ્પિયન સમુદ્ર સાથે જોડતા વહાણવટા માટે પણ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ જોસેફ સ્ટેલિનના મૃત્યુ બાદ વધારે પડતો દક્ષિણનો માર્ગ ધરાવતી અને કેસ્પિયન સુધી ન પહોંચતી કોરોકમ નહેરની તરફેણમાં ત્યજી દેવામાં આવ્યો હતો.

1930ના દાયકાથી માંડીને 1980ના દાયકા સુધી, પેચોરા-કામા નહેરના પ્રોજેક્ટ્સની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને 1971માં અણુધડાકાની મદદથી કેટલાક બાંધકામ પ્રયોગો પણ કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ માટે, વહાણવટું મુખ્ય ઉદ્દેશ ન હતો, મુખ્ય ઉદ્દેશ પેચોરા નદીનું કેટલુંક પાણી (જે આર્કટીક મહાસાગરમાં વહી જાય છે) કામાના માધ્યમથી વોલ્ગામાં ઠાલવવાનો હતો. સિંચાઇ અને તે સમયે જોખમી ઝડપે ઘટતાં જતાં કેસ્પિયન સમુદ્રમાં પાણીના સ્તરને સ્થિર કરવા સહિતના બંને ઉદ્દેશો અહીં જોવા મળે છે.

યુરેશિયા નહેર

તેમના ખનિજતેલથી સમૃદ્ધ દેશની પહોંચ બજાર સુધી સરળ બની રહે તે હેતુથી જૂન 2007માં, કઝાકસ્તાનના રાષ્ટ્રપ્રમુખ નુરસુલ્તાન નઝરબેવે કેસ્પિયન અને કાળા સમુદ્ર વચ્ચે 700 કિમી લાંબી લિંક સ્થાપિત કરવાની દરખાસ્ત રજૂ કરી. એવી આશા રાખવામાં આવી હતી કે "યુરેશિયા નહેર" (મેનિક શિપ કેનાલ) ) જમીન સીમાથી ઘેરાયેલા કઝાકિસ્તાન અને મધ્ય એશિયાના અન્ય દેશો દરીયાઈ રાજ્યોમાં ફેરવાઈ જશે, જેથી તેઓ તેમના વેપારના જથ્થામાં ખૂબ જ નોંધપાત્ર વધારો કરી શકશે. કેનાલ રશિયન પ્રદેશોમાંથી પણ પસાર થતી હોવાથી તે કેસ્પિયન સમુદ્રના બંદરોના માધ્યમથી પણ કઝાકિસ્તાનને ફાયદો કરાવી શકે તેમ હતી. કઝાકસ્તાનના કૃષિ મંત્રાલયની જળ સંશાધન અંગેની સમિતિના અધિકારીઓએ જણાવ્યું કે આ કેનાલ માટેનો માર્ગ કુમા-મેનિક ડિપ્રેશનને અનુસરી શકે છે, જ્યાં હાલમાં અનેક નદીઓ અને સરોવરોની શ્રેણીને સિંચાઇની કેનાલો દ્વારા જોડવામાં આવી છે (કુમા-મેનિક કેનાલ). વોલ્ગા-ડોન કેનાલને અપગ્રેડ કરવી એ અન્ય એક વિકલ્પ છે.

આંતરરાષ્ટ્રીય વિવાદો

કેસ્પિયન સમુદ્રની સીમા નક્કી કરવા અંગેની ચર્ચા વિચારણા લગભગ એક દાયકાથી કેસ્પિયન સમુદ્રના કિનારે આવેલા અઝારબૈજાન, રશિયા, કઝાકસ્તાન, તૂર્કમેનિસ્તાન અને ઇરાન વચ્ચે ચાલે છે. કેસ્પિયન સમુદ્રની સ્થિતિ મુખ્ય સમસ્યા છે. ત્રણ મહત્વની વિચારણાને કેસ્પિયન સમુદ્રની સ્થિતિની અસર થાય છે – ખનિજ સ્ત્રોતોની પહોંચ (તેલ અને કુદરતી ગેસ), માછીમારી માટેની પહોંચ અને (રશિયાની વોલ્ગા નદી અને કાળા સમુદ્ર અને બાલ્ટીક સમુદ્રને જોડતી કેનાલ દ્વારા) આંતરરાષ્ટ્રીય જળમાર્ગની પહોંચ. વોલ્ગા નદી સુધીની પહોંચ અઝરબૈજાન, કઝાકસ્તાન અને તૂર્કમેનિસ્તાન જેવા જમીનથી ઘેરાયેલા રાજ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બાબત રશિયા માટે પણ સંવેદનશીલ છે, કારણ કે સૂચિત ટ્રાફિક તેના પ્રદેશોમાંથી પસાર થશે (આંતરિક જળમાર્ગે સિવાય). જો જળાશયને સમુદ્રનું નામ આપી દેવામાં આવે તો કેટલાક દાખલાઓ અને આંતરરાષ્ટ્રીય સંધિઓ એવી પણ હોઈ શકે કે જે વિદેશી જહાજોને પણ પહોંચની મંજૂરી આપે. જો જળાશયને માત્ર સરોવર તરીકે સ્વીકારવામાં આવે તો આ પ્રકારનું કોઈ જ બંધન રહે નહીં. પર્યાવરણીય કેટલાક મુદ્દાઓ પણ કોઈક રીતે સ્થિતિ અને સરહદોની સમસ્યાઓ સાથે સંકળાયેલા છે.

નોંધનીય છે કે રશિયા પાસે ભૂતપૂર્વ સોવિયેટ કેસ્પિયન લશ્કરી જહાજોનો મોટો કાફલો છે (અને કેસ્પિયન સમુદ્રમાં હાલમાં સૌથી વધારે શક્તિશાળી લશ્કરી હાજરી પણ છે). કેટલીક અસ્કામતો અઝરબૈજાનને આપવામાં આવી હતી. કઝાકસ્તાન અને ખાસ કરીને તૂર્કમેનિસ્તાનને ખૂબ જ ઓછો હિસ્સો મળ્યો હતો કારણ કે તેમની પાસે શહેરોમાં મુખ્ય બંદરોનો અભાવ છે.

ઇરાન (પર્શિયા) અને સોવિયેટ યુનિયન વચ્ચે કરવામાં આવેલી સંધિ અનુસાર, કેસ્પિયન સમુદ્ર તકનીકી રીતે સરોવર છે અને તેને બે ક્ષેત્રો (પર્શિયન અને રશિયન)માં વહેંચવામાં આવનાર છે, પરંતુ સ્ત્રોત (તે વખતે ખાસ કરીને માછલી) સામાન્ય રીતે વહેંચવામાં આવનારા છે. બંને ક્ષેત્રો વચ્ચેની રેખાને લેક આલ્બર્ટની જેમ સામાન્ય સરોવરની અંદર રહેલી આંતરરાષ્ટ્રીય રેખા તરીકે માનવામાં આવનાર હતી. વધુમાં રશિયન ક્ષેત્રને ચાર પાડોશી પ્રજાસત્તાકોના વહિવટી ક્ષેત્રોમાં વહેંચવાનું હતું.

સોવિયેટ યુનિયનના ટુકડા થયા બાદ નવા બનેલા સ્વતંત્ર રાજ્યોમાંથી તમામ રાજ્યોએ એવી ધારણા રાખી ન હતી કે જૂની સંધી ચાલુ રહેશે. પ્રથમ તો રશિયા અને ઇરાને જૂની સંધિ ચાલુ રાખવાની જાહેરાત કરી.

જૂનું સોવિયેટ યુનિયન કેસ્પિયન સમુદ્રના પાડોશી રાજ્યો અઝરબૈજાન, તૂર્કમેનિસ્તાન અને કઝાકસ્તાન સહિતના 15 રાજ્યોમાં વિભાજિત થઈ ગયું ત્યારબાદ ઇરાને કેસ્પિયન સમુદ્રને પાંચ દેશો –ઇરાન, અઝરબૈજાન, તૂર્કમેનિસ્તાન, કઝાકસ્તાન અને રશિયા -વચ્ચે સરખે ભાગે વહેંચવાની માંગણી કરી. જો આ આ રીતે વિભાગને મંજૂર ન કરવામાં આવે તો, ઇરાન માત્ર જૂની સંધિ (ઇરાન અને રશિયા વચ્ચેની)ને માનવાનો ઇરાદો ધરાવતું હતું અને રશિયાને તેનો 50 ટકા હિસ્સો ત્રણ પાડોશી રાજ્યો –અઝરબૈજાન, તૂર્કમેનિસ્તાન અને કઝાકસ્તાન -વચ્ચે વહેંચવાનો પડકાર ફેંકશે, જે પશ્ચિમ અને યુ.એસ. તરફ વધારે મૈત્રીપૂર્ણ ઝોક દર્શાવે છે,જેમ કે યુ.એસ.ના રસનું ક્ષેત્ર તેહરાનમાં ખોલવામાં આવ્યું. (સંદર્ભ આપો)

કઝાકસ્તાન, અઝરબૈજાન અને તૂર્કમેનિસ્તાને જાહેરાત કરી કે તેઓ આ સંધિમાં પોતે સભ્ય તરીકે સામેલ હોવાનો સ્વીકાર કરતાં નથી.

બાદમાં[], તમામ દરિયાકિનારાના રાજ્યો વચ્ચે દરિયાની સ્થિતિ અંગે સામાન્ય કરાર થયોઃ

  • અઝરબૈજાન, કઝાકસ્તાન અને તૂર્કમેનિસ્તાને આગ્રહ રાખ્યો કે ક્ષેત્રોનો આધાર મધ્ય રેખા હોવો જોઈએ, આમ દરેક રાજ્યને કેસ્પિયન સમુદ્રકિનારાની લંબાઈનો ભાગે પડતો હિસ્સો મળે.

વધુમાં આ ક્ષેત્રો જે તે રાજ્યની સાર્વભૌમ પ્રદેશનો ભાગ હોવો જોઈએ (આમ તેમને આંતરરાષ્ટ્રીય સરહદો બનાવવામાં આવે અને તમામ રાજ્યોને તેના ક્ષેત્રના તમામ સંસાધનોનો ઉપયોગ પોતાની રીતે કરવાની છૂટ આપવામાં આવે).

  • ઇરાને આગ્રહ રાખ્યો કે ક્ષેત્રોને એવી રીતે વિભાજીત કરવામાં આવે જેથી દરેક રાજ્યને કેસ્પિયન સમુદ્રનો 1/5 ભાગ મળે. આનો લાભ ઇરાનને મળ્યો કારણ કે તેની પાસે નાનો દરીયાકિનારો છે.
  • રશિયાએ કેટલીક રીતે સમાધાનકારી ઉકેલ સૂચવ્યો : સમુદ્રતલ (અને આમ ખનિજ સંસાધનો) ક્ષેત્રોની રેખાઓ પ્રમાણે વહેંચવા (ઉપર જણાવ્યા પ્રમાણેના બે વિકલ્પ પ્રમાણે), સપાટી (અને આમ માછીમારીના હક) તમામ રાજ્યો વચ્ચે વહેંચવામાં આવે (નીચે મુજબની વિવિધતા પ્રમાણે : આખી સપાટી સહિયારી રીતે ઉપયોગમાં લેવાય ; દરેક રાજ્યને આગવો ઝોન મળે અને મધ્યમાં આવેલો એક સામાન્ય ઝોન સહિયારી રીતે ઉપયોગમાં લેવાય. સમુદ્રનું કદ નાનું હોવાને કારણે બીજો વિકલ્પ વ્યવહારુ ન લાગ્યો).(સંદર્ભ આપો)

વર્તમાન પરિસ્થિતિ

રશિયા, કઝાકસ્તાન અને અઝરબૈજાન તેમના ક્ષેત્રોના ઉકેલ અંગે સંમત થયા છે. કઝાકસ્તાન અને તૂર્કમેનિસ્તાન વચ્ચે કોઈ સમસ્યા નથી, પરંતુ તૂર્કમેનિસ્તાન સક્રિય ભાગ લેતું ન હોવાથી તેમના વચ્ચે કોઈ કરાર થયો નથી. અઝરબૈજાનને ઇરાન સાથે બંને દેશો દ્વારા દાવો કરવામાં આવતા કેટલાક ખનિજતેલ ક્ષેત્રો અંગે લડાઇ ચાલે છે. એવા પણ પ્રસંગો બન્યા છે જ્યારે અઝરબૈજાન દ્વારા વિવાદિત પ્રદેશમાં સંશોધન કરવા માટે મોકલવામાં આવેલા જહાજો પર ઇરાનીયન પેટ્રોલ બોટે ગોળીબાર કર્યો હોય. અઝરબૈજાન અને તૂર્કમેનિસ્તાન વચ્ચે પણ આ જ પ્રકારની અશાંતિની સ્થિતિ છે (તૂર્કમેનિસ્તાન દાવો કરે છે કે બંને પક્ષો દ્વારા વહેંચણી કરવા માટે સંમતિ આપવામાં આવેલા કેટલાક ક્ષેત્રોમાંથી અઝરબૈજાને વધારે ખનિજતેલ ઉત્પાદન કર્યું છે). તૂર્કમેનિસ્તાન અને ઇરાન વચ્ચેના પ્રશ્નો ઓછા તીવ્ર છે. તે સિવાય, સમુદ્રનો દક્ષિણ વિસ્તાર વિવાદિત છે.

  • રશિયા અને કઝાકસ્તાને સંધિ કરી હતી, જે અનુસાર, તેમણે કેસ્પિયન સમુદ્રનો ઉત્તરીય ભાગ તેમના વચ્ચે મધ્ય રેખા પ્રમાણે બે ક્ષેત્રોમાં વહેંચી દીધો હતો. દરેક ક્ષેત્રમાં તેના પોતાના રાજ્ય માટેનો એકાધિકાર ઝોન છે. આમ તમામ સંસાધનો, સમુદ્રતળ અને સપાટી પર જે તે રાજ્યોનો એકાધિકાર છે.
  • રશિયા અને અઝરબૈજાને તેમની સહિયારી સીમા અંગે આ જ પ્રકારની સંધિ કરી હતી.
  • કઝાકસ્તાન અને અઝરબૈજાન તેમની સહિયારી સીમા અંગે આ જ પ્રકારની સંધિ કરી હતી.
  • ઇરાન અન્ય પાડોશી રાજ્યો વચ્ચે કરવામાં આવેલા દ્વિપક્ષીય કરારોને માન્યતા આપતું નથી. ઇરાને તમામ પાંચ પાડોશી રાજ્યો વચ્ચેના એક જ બહુપક્ષીય કરાર માટેનો આગ્રહ ચાલુ રાખ્યો છે (કારણ કે તેના માટે પાંચમો ભાગ મેળવવા માટેનો આ જ એક માત્ર રસ્તો છે).
  • તૂર્કમેનિસ્તાનની સ્થિતિ અસ્પષ્ટ છે.

રશિયાએ મધ્ય રેખાના આધારે ક્ષેત્રોના વિભાજનને સ્વીકાર્યું અને કેટલાક પાડોશી રાજ્યો વચ્ચે ત્રણ કરારો કરી લેવામાં આવ્યા છે ત્યારબાદ આ પદ્ધતિ ક??

Listed in the following categories:
એક ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્સ અને સંકેતો
Aigerim Demeu
29 June 2014
Population of KZ is almost 17.5mln. In Aktau there are only 184000 people. We are lucky to have such a beautiful place and sunset in our city????. Rest of them will visit purposely to see it????
Amina Sultan
4 March 2015
Жить на берегу моря наверное просто сказка.Рассвет.. Закат.. Когда я впервые приехала сюда,самое что меня удивило в этом городе так это лебеди спокойно плавающие на холоде и ветре☺️
Юля Мельник
14 August 2014
Много развлечений для детишек-площадки, прокат машин, велосипедов; батут. Просто шикарные лавочки с видом на закат!!!
Forestina Gump
31 August 2013
Очень много развлечений для детей. Есть удобные велосипедные дорожки. Дают велики на прокат. Но больше всего нравятся скамеечки с видом на море!
Rus Baimuk
26 September 2013
Единственное место в городе, где можно прогуляться с семьей, при этом дыша свежим морским воздухом...
Асем Аскарова
28 October 2015
Хорошое место для прогулок, для концертов☺️????????????
નકશો
24.1km from Gilan Province, Talesh, Miankoh Road, ઈરાન દિશા - નિર્દેશો મેળવો
Sat-Sun Noon–Midnight
Mon 5:00 PM–Midnight
Tue 7:00 PM–Midnight
Wed 5:00 PM–11:00 PM
Thu Noon–1:00 PM

Caspian Sea Coast on Foursquare

નજીકમાં હોટેલ્સ

બધી હોટલો જુઓ બધા જુઓ
Sheraton Baku Airport Hotel

starting $100

Bilgah Beach Hotel

starting $122

Delmar Hotel Baku

starting $59

Holiday Inn Baku

starting $114

Xudaferin Hotel

starting $42

Astoria Hotel

starting $45

નજીકમાં સૂચવેલ સ્થળો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Laton Waterfall

Laton Waterfall is located in the Astara city. The height of the

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Rudkhan Castle

Rud-khan castle (also Rood-khan castle), is a brick and stone medieval

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Sabalan

Sabalan ((in Persian سبلان Sabalân ;also called Sāvālān in Azerb

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Talysh Mountains

Talysh Mountains (فارسی. کوههای تالش Kuha: e Ta:lesh) is a mountain

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Soltaniyeh

Soltaniyeh (فارسی. سلطانيه) situated in the Zanjan Province of

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Zahhak Castle

Zahhak Castle (or citadel) is a castle in East Azarbaijan Province,

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Aghdash

REDIRECT Aqdash

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Dashkasan

Dashkasan (azərbaycanca. Daşkəsən, فارسی. داشکسن) is a three cave c

સમાન પ્રવાસી આકર્ષણો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Jökulsárlón

Jökulsárlón is the best known and the largest of a number of gl

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Lake Pukaki

Lake Pukaki is the largest of three roughly parallel alpine lakes

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Minnewater

Minnewater or Love Lake is a lake in the center of Bruges, Belgium

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Meiktila Lake

Lake Meiktila (Burmese: မိတ္ထီလာကန် ]) is a lake located near Meiktila

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Dique do Tororó

O Dique do Tororó é o único manancial natural da cidade de Sa

બધા સમાન સ્થાનો જુઓ