જલ મહેલ

જલ મહેલ (અથવા “જળ મહેલ”) એ એક મહેલ છે જે ભારતના રાજસ્થાન રાજ્યનની રાજધાનીૢ જયપુર શહેરના માન સાગર તળાવની મધ્યમાં આવેલો છે. મહારાજા જય સિંહ - ૨ એ આ મહેલને અને તેની આસપાસના તળાવનું ૧૮મી સદીમાં નવીની કરણ અને વિસ્તરણ કરાવ્યું.

આ શહેરી તળાવ ચોમાસામાં ભરાઈ જાય છે; ઘણાં વર્ષો સુધીૢ જેવો તળાવ ભરાતો કે તે હજળ વનસ્પતિથી છવાઈ જતો. આ સમયે આ લાલ મહેલ માત્ર હોડી અને પુલ દ્વારા જ પહોંચી શકાય . આ મહેલ દીલ્હીથી જયપુર આવતા રસ્તા પરથી સુંદર દ્રશ્ય પુરું પાડે છે.

જયપુરથી વહેનાં ગંદા પાણીને લીધે આ તળાવ પ્રદુષિત થઈ ગયું હતું. આ મહેલમાં કોઈ રહેતું નહીં તેનો રખરખાવ ન થતો આથી કોઈ પ્રવાસી અહીં ન આવતાં. શહેરના ગંદા પાણી દ્વારા આ તળાવના પારિસ્થિતીકી નુકશાનને ખાળવાના ઉપાયો ૨૦૦૧માં રાજસ્થાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યાં, પુનઃ સ્થાપનાના ઉપાયો કરાયા. પરંતુ આ તરફના ગંભીર પ્રયત્નો ૨૦૦૪માં શરૂ થયાં જ્યારે પ્રોજેક્ટ ડેવેલોપ્મેંટ કંપની લિમિટેડ નામની સહિયારી કંપની ની સ્થાપના થઈ. આ કંપની કે જી કે એંટરપ્રાઈઝની અગવાનીમાં રાજસ્થાન સરકાર ૢ આઈ એલ એંડ એફ એસ, પર્યાવરણ અને વન મંત્રાલય આ કંપનીમાં સહયોગિ હતાં. આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય આ તળાવની પારિસ્થિતીક સંવર્ધન અને વ્યવસ્થાપન, માછીમારી વિકાસ અને વન્ય જીવન વિકાસનો પણનો હતો.. આ યોજનાનો એક ઉદ્દેશ્ય પ્રવાસ ઉધ્યોગના વિકાસનો પણ હતો કેમકે દર વર્ષે રાજસ્થાનમાં ઘણાં પ્રવાસીઓ આવે છે. કહે છે કે લગભગ ૬૫૦,૦૦૦ રાષ્ટ્રીય અને ૧૭૫,૦૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દર વર્ષે રાજસ્થાન આવે છે. રાજસ્થાનનો પ્રવાસી મુખ્ય રીતે સ્મારક અને વાસ્તુ રચનાઓ ઉપર આધારિત છે, ખાસ કરીને જયપુરમાં અને તે સંદર્ભમાં જલ મહેલ એક પ્રમુખ ભૂમિકા ભજવી શકે છે.

ભૂપૃષ્ઠ

આ તળાવ જે જયપુરની ઉત્તરે અવેલ છે તે આમેર આમેર અને રાજસ્થાનનની રાજધાની જયપુરની વચમાં આવેલો છે. આ ૩૦૦ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે જેની ઉત્તર પશ્ચિમ અને પૂર્વ તરફ અરવલ્લીની ટેકરીઓ આવેલી છે અને દક્ષીણ તરફ સપાટ મેદાન છે જ્યાં માંવ વસતિ વસેલી છે. આ ટેકરીઓમાં નાહરગઢ કિલ્લો (નાહરગઢ એટલે વાધોનું ઘર) આવેલો છે જ્યાંથી મન સાગર અને જલ મહેલનું વિહંગમ દ્રશ્ય જોઈ શકાય છે, આ સાથેસાથે જયપ્ુર શહેરનું પણ દર્શન થાય છે. આ તળાવને ૧૯મી સદીમાં દર્ભાવતી નદીની આડે ખીલાગઢ અને નાહરગઢ ટેકરીઓ વચ્ચે બંધ બાંધીને બનાવવમાં આવ્યો હતો. આ તળાવના ૨૩.૫૦ કિમી નિતારણ ક્ષેત્રમાં ૫૦% ભાગ શહેરી ભાગ છે, અને બાકીનો ૫૦%ભાગ અરવલ્લીની ટેકરી પ્રદેશ છે આને લીધે આ તળાવમાં નિક્ષેપીકરણની (તળીય સકચરો જમા થવો) તકલીફ થરૂ થઈ છે. આ તળાવના ગ્રાહ્ય ક્ષેત્રમાં ૬૫૭.૪મિમી જેટલો ઓછો વરસાદ પડે છે જેથી તળાવમાં પાણીની ઉણપ થાય છે. આ તળાવના જાવક છેડે જ્યાં બંધ આવેલ છે, ત્યાં સિંચાઈ પ્રણાલી છે જેને આ બંધ માં થી પાની પુરું પાડવામાં આવે છે. આ તળાવમાં બે મોટા નાલા નાહર ગઢના આસપાસના ક્ષેત્રો જેમકે બ્રહ્મપુરી અને નાહતલાઈ અને જયપુરના ની ગટરનો કાચો નિકાલ(સિવેજ) આ તળાવમાં ઠલવાય છે તે સિવાય ઘન કચરો પણ.

ભૂસ્તર શાસ્ત્ર અને માટીઃ

આ તળાવની ફરતીૢ જયપુરની ઈશાન તરફની ટેકરીઓ ક્વાર્ટાઝાઈટની બનેલ છે જેની ઉપર માટીનો પાતળો થર છેૢ આ ટેકરીઓ અરવલ્લીનો જ એક ભાગ છે. જમીપર છતો થયેલા ખડકાળ ભાગનો ઉપયોગ ઈમારત બાંધવામાં થયો છે. ઈશાન દિશામાં, કનક વૃંદાવનની ખીણમાં એક મંદિર સંકુલ છે જેની ટેકરીઓ હળવા ઢાળે આ તળાવ તરફ ઢળે છે. આ તળાવના અંદરના ભાગમાં, ભૂભાગ એક માટીનો જાડો થર છે, જે ઊડીને આવેલ રેતી અને કાંપનો બનેલ છે. ટેકરીના ઢોળાવ પરથે જંગલોની સફાઈ થતાં હવા અને વહેત પાણીને કારણે જમીનનું ધોવાણ થાય છે. આમ તહ્તાં તળાવમાં વધુ અને વધુ નિક્ષેપ ઠલવાય છે અને તેનો પટ ઊંચો આવતો જાય છે.

ઇતિહાસ

અત્યારના તળાવની જગ્યા પર એક પ્રાકૃતિક મોટો ખાડો હતોજ્યાં પાણી જમા થતું. ૧૫૯૬માં જ્યારે આ ક્ષેત્રમાં દુકાળ અને ભૂખમરો આવ્યો ત્યારે પાણીની ખૂબ જ તંગી હતી. ત્યારે તે સમયના અજમેર ના રાજાએ અહીં એક બંધ બાંધવાનો નિર્ણય કર્યો જેથી પાણીને સંગ્રહીને દુકાળ આદિનો સામનો કરી શકાય અને આ ક્ષેત્રના લોકોને રાહત મળે. શરૂઆઅતમાં બંધ, આમેર ટેઅક્રીઓ અને આમગઢ ટકરીઓ માટી અને ક્વાર્ટાઝાઈટ વાપરીને બનાવાયો હતો. પાછળથી ૧૭મી સદીમાં આને પત્થરના ચણતરનો બનાવાયો હતો. હમણાનો વિહરમાન બંધ ૩૦૦ મી લાંબો અને ૨૮.૫ થી ૩૪.૫મી જેટલો પહોળો છે. આ બંધમાં ત્રણ છીદ્ર દ્વાર છે જેના વાટે નીચેના ક્ષેત્રોના સિંચનનું પાણી પુરું પડાય છે. ત્યાર બાદ, આ બંધ, તળાવ અને મહેલ વિવિધ શાશક નીચે નવીની કરણના ઘણાં ફેરામાંથી પસાર થયો છે પણ તેના ૧૮મી સદીના અંતિમ પુનરુત્થાનનું શ્રેય આમેરના રાજા જય સિંહ -૨ ને જાય છે. તેમના શાશન કાળ દરમ્યાન, ઘઃઆં ઐતિહાસિક સ્મારકો જેમકે આમેરનો કિલ્લો, જહગઢ કિલ્લો, નવગઢ કિલ્લો, ખીલનગઢ કિલ્લો, કનક વૃંદાવન ખીણ આદિ આ તળાવની આસપાસ બાંધવામાં આવ્યાં. આ બધી જગ્યા હવે રસ્તાના જાળાને કારણે એક પ્રવાસી ગલિયારું બની છે..

માન સાગર તળાવ

વિહંગમ દ્રશ્ય - "જલ મહેલ જયપુર"
પાણીની ગુણવત્તાની હાલત

હાલના વર્ષોમાં, જયપુર શહેર અને તળાવની આસપસના ક્ષેત્રોના શહેરી કરણને કારણે, તળાવ અને તેની આસપાસના ક્ષેત્રની પારિસ્થિતિકીનો હ્રાસ થયો છે. તેમાં ખૂબ નિક્ષેપ જમા થવા માંડ્યો છે આને કારણે તળાવનો વિસ્તાર ઘટવા માંડ્યો છે. આ જમા થયેલ નિક્ષેપ (અંદાજીત ૨.૫ મેટ્રીક ક્યુબીક મીટર જેટલો) નિક્ષેપ શહેરમાંથી નીકળતી કાચી સીવેજને કારણે પ્રદુષિત હતો જેને કારણે તીવ્ર તળાવના પાણીનું ક્ષપણ(પાણીમાં દ્રવેલ ઓક્સિજનમાં ઘટાડો) થયું છે. આ તળાવની આસપાસનું ભૂ જળ ક્ષેત્ર પણ પ્રદિષિત છે અને તે લોક સ્વાસ્થ્ય માટે ભય જનક છે. વરસાદી પાણી સીવેજ સાથે મળીને આ તળાવમાં પડે છે પરિણામે આમાંથી ખરાબ વાસ આવે છે. તળાવમાંથી પાણીના નમૂના લઈ તપાસતાં જણાયું કે પાણીની ગુણવત્તા દરેક સ્થળે સમાન ન હતી. પાણી ઈશાનમાં અત્યંત ખરાબ હતું, દક્ષિણ અને વાયવ્યમાં એક નાલો આવવાથી તે ખરાબ હતું.

જળગુણધર્મ

આ તળાવમાં તાજા જળની આપૂરતિ જુલાઈથી સપ્ટેમ્બર મહિના વચ્ચે પડતા વરસાદ દ્વારા થાય છે. આ વહેણ ૩૨૫ નાના અને મોટા ઝરણાં મળીને બને છે જે આ તળાવના જળગ્રાહી ક્ષેત્રમાંથી વહે છે. પણ જયપુર શહેરમાંથી વહેતા બે નાળા આને વર્ષભર પ્રદુષિત પાણીની આપુરતિ કરે છે. મહત્તમ જળ સપાટીપણ પાણીનું કદ ૩૧૩૦૦૦૦ ઘન મી અંકાયું છે. સૂકી ઋતુમાં આ પ્રમાણે ૬૦૦૦૦૦ ઘન મી જેટલું થઈ જાય છે. પાણીની મહત્તમ ઉંડાઈ ૪.૫મી અને લઘુત્તમ ઊંડાઈ ૧.૫મી છે. ઉનાળામાં આ પાણી સિંચાઈમાં અપાતું હોવાથી ઉનાળામાં આ તળાવ સૂકાઈ જાય છે.

વન અને પ્રાણી સૃષ્ટી

આ તળાવની આસપાસના સંરક્ષિત જળગ્રાહ્ય ક્ષેત્રમાં અમુક વન્ય પ્રજાતિઓ જોવા મળે છે જેમકે હરણ, જંગલી બિલાડી, તરસ, ભારતીય શિયાળ, ભારતીય જંગલી ડુક્કર અને ચિત્તા.

ભૂતકાળમાં આ સ્થળ પક્ષીવિદો માટે સ્વર્ગ સમાન હતું અને જયપૂરના રાજપૂત રાજાઓ તેમની રાજ બતક શિકારની ઉજવણી માટે અહીં આવતાં. આ તળાવ સ્થાનીય અને સ્થળાંતર પક્ષીઓનું પ્રાકૃતિક નિવાસ હતું જેમકે મોટો હંજ, મોટી ચોટીલી ડુબકી, શીંગપર બતક, કાચરીયા, લર્જી, દસાડી, રેડશેંક, કાદવ તુતવારી]], રફ્ફ, હેરીંગ ધોમડો, લાલ છાતી માખીમાર, રાખોડી દિવાળિઘોડો, આદિ પણ તળાવના પ્રદુષણ વધતાં તેમની સંખ્યા ઘટી ગઈ. હવે, સંવર્ધન કાર્ય શરૂ થતાં ફરી પક્ષીઓ આવવા શરૂ થયાં છે,જોકે હજી પહેલાં જેટલાં નથી આવ્યાં.આ તળાવની સ્થિતિ પ્રત્યે ધ્યાનાકર્ષિત કરવા, ૧૯૯૭થી અહીં એક પક્ષી નિરીક્ષણનો નિજી ઉપક્રમ યોજવામાં આવે છે.. એમ પણ કહેવાય છે કે જળકુકડી નામના પક્ષીની પ્રજાતિ અહીં ફરી ફલી હફૂલી રહી છે. અહીં દેખાતાં અન્ય પક્ષીઓ છે કબુત બગલો, સફેદ નેણ દીવાળીઘોડો અને ભૂરીપૂંછ માખીમાર. આ તળાવ જલીય પ્રયાવરણના ઘણી પ્રાણીઓનું પણ ઘર છે જેમ કે મોટી માછલીઓ, જંતુઓ, જીવાણુ અને જલીય વનસ્પતિ.

મહેલ

જલ મહેલ તેને રજપૂત અને મોગલ શૈલિના મિશ્ર વાસ્તુ શૈલિનું એક ઉત્તમ ઉદાહરણ છે. નાહરગઢના કિલ્લા પરથી જોતાં પાણીની વચ્ચે આવેલ આ મહેલ ખૂબ સું દર દેખાય છે. માન સાગર બંધની પૂર્વ તરફ જોતાં તળાવ અને ખીણ પ્રદેશનું સુંદર દ્રશ્ય જોવા મળે છે. આ મહેલ પાંચ માળનનો રાતા જળકૃત રેતીયા ખડકોનો બનેલ છે. તે પાંચ માળનો છે. જ્યારે તળાવ પાણીથી પૂરો ભરેલ હોય છે ત્યારે તેના ચાર માળા પાણીમાં જળમગ્ન રહી જાય છે અને માત્ર ઉપલો માળો જ જોઈ શકાય છે. છત પરની ચોરસાકાર છત્રી બંગાળ શૈલિની છે. ચાર ખૂણે આવેલ છત્રીઓ અષ્ટકોણાકારની છે. આ મહેલને ભૂતકાળમાં ને કારણે નુકશાન થયું છે વળી ગળતર અને પાણી ભરાવાને કારૅણે પણ ઘણું નુકશાન થયું છે, રાજસ્થાન સરકાર દ્વારા સંવર્ધન કાર્યક્રમ હેઠળ આને સમાર કામ કરાવાયું છે.

આની આગાશી પર એક ઉદ્યાન બનાવવામાં આવ્યું હતું જેમાં કમાનદાર ગલિયારા હતાં. આ મહેલના ચારે ખૂણે અષ્ટાકાર મિનાર હતાં જેમાં હાથીના આકારનું શણગાર હતું. ૧૦-૧૫ વર્ષ પહેલાં જે સમારકામ થયું તે યોગ્ય ન હતું આવી શૈલિના વિદ્વાન વાસ્તુકારની સલાહ દ્વારા પારંપરાગત રાજસ્થાની શૈલિ આદિનું સંશોધન કરી આને ફરીથી સંવર્ધિત કરાયું. આ સંશોધનને આધારે, પ્લાસ્ટરિંગ આદિ માં પારંપારિક પદાર્થો વાપરીને સંવર્ધિત કરાયું . આના પ્લાસ્ટરમાં ઓર્ગેનિક પદાર્થો જેવાકે ચૂનો, રેતી અને સૂર્ખી ને ગોળ, ગુગળ અને મેથી નો ભૂકો વાપરીને બનાવાયું. એ પણ વાત જણાઈ કે આ પદાર્થો વાપરતાં તેમાં કોઈ ગળતરન થયું,જળ સપાટી નીચેના માળા પર માત્ર થોડી ભિનાશ જણાઈ. પણ મૂળ ઉદ્યાના, જે આગાશી પર હતું તે ગાયબ ખોવાઈ ગયું. હવે, આવા આમેરના ઉદ્યાન જેવું એક નવું ઉદ્યાન બનાવાઈ રહ્યું છે.

રાજ પરિવાર છતરડી

ગાઈતોરમાં, તળાવની સામે, કચવાહા પરિવારના પૂર્વજોની યાદમાં છત્રીઓ બાંધેલી છે. જય સિંહ દ્વીતીય દ્વારા તેને સુંદર બગીચા વચ્ચે બંધાવવામાં આવી હતી. આ છત્રીઓ પ્રતાપ સિંહ, માધો સિંહ-૨ અને જય સિંહ-૨, આદિની યાદમાં છે. જય સિંહ - ૨ ની છત્રી આરસની બનેલી છે અને તેમાં સુંદર કોતરણી કરેલી છે. તેનો ઘુમ્મટ ૨૦ કોતરણી કરેલ થાંભલા પર ઉભેલો છે.

પ્રવાસી માહિતી

જલ મહેલ તળાવની અંદર આવેલ છે ત્યાં સુધે જયપુર દીલ્હી મહામાર્ગ-૮ પરથી જઈ શકાય છે, આ મહેલ જયપુર થી ૪ કિમી દૂર છે. અહીંથી દીલ્હી ૨૭૩ કિમી દૂર છે. જયપુર શહેર રાજસ્થાનમાં કેંદ્રીય સ્થાને છે રાષ્ટ્રીય મહામાર્ગ-૮ માત્ર દીલ્હી જ નહીં મુંબઈ ને પણ જોડે છે. રાષ્ટ્રીય મહામાર્ગ-૧૧ બિકાનેર અને આગરાને જોડે છે જે જયપુરમાંથી પસાર થાય છે. આ તળાવ આમેરના કિલ્લાથી ૧૧ કિમી દૂર છે.

જયપુર રેલ્વે દ્વારા ભારતના મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. જયપુર બ્રોડગેજ અને મીટરગેજ એમ બે પ્଑રકારની રેલ્વે લાઈન પર આવેલું સ્ટેશન છે. બ્રોડ ગેજ દ્વારા તે ભારતના મુખ્ય શહેરો સાથે જોડાયેલ છે અને મીટર ગેજ રેલ્વે દ્વારા શ્રી ગંગાનગર, ચુરુ અને સીકર સાતેહ જોડાયેલ છે. ભારતની પ્રખ્યાત એશો આરામ રેલ્વે,પેલેસ ઓન વ્હીલ્સ દીલ્હી પછી જયપુરમાં રોકાય છે.

જયપુર હવાઈ માર્ગે જોધપુર, ઉદયપુર, ઔરંગાબાદ, દીલ્હી, હૈદ્રાબાદ, કોલકત્તા, ગોવા, ચેન્નઈ, અમદાવાદ, ઇંદોર, બેંગલોર,મુંબઈ, સૂરત અને રાયપુર, લખનૌ, ગોરખપુર સાથે જોડાયેલ છે. જયપુર અંતરરાષ્ટ્રીય હવાઈ મથક મસ્કત, શારજહા, બેંગકોક અને દુબઈ સાથે જોડાયેલ છે.

Listed in the following categories:
એક ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્સ અને સંકેતો
????????????????á???????? ✨
Mesmerizing palace in the middle of the lake, half under water, you cannot visit. Best picture to take and view is in front of Trident Hotel, nice walk and little souvenirs!
Amit Gaharwar
9 October 2017
A resting hunting lodge built for the maharajas in middle of the jungle. In 1981 due to huge amount of rains, water from the Jaipur city got collected here and formed the lake with building submerged.
Kiran Dedhia
10 November 2013
Maharaja came to stay here during summers and did hunting. Good n reasonable mojdis available roadside outside jal mahal.
Kushal Sanghvi
23 May 2023
While this Palace is now closed for Public to view/ entry the views from all across the lake while it’s situated right in the middle is nice and sunrise is lovely!
Bruna Cruz
1 July 2017
Nice view of the palace in water, beautiful palace, but we cannot go inside. Best in sunsets.
Hemant Kumawat
19 March 2016
Local authorities made it look clean and beautiful. Hats off for the recent preservation of this tourist site.
8.1/10
憑き狐娘 અને 316,440 વધુ લોકો અહીં આવ્યા છે
નકશો
57, Amer Road, Bramhapuri, Karbala, Jaipur, રાજસ્થાન 302002, India દિશા - નિર્દેશો મેળવો
Thu-Fri 10:00 AM–7:00 PM
Sat 9:00 AM–8:00 PM
Sun 10:00 AM–9:00 PM
Mon 10:00 AM–8:00 PM
Tue 11:00 AM–7:00 PM

Jal Mahal on Foursquare

જલ મહેલ on Facebook

નજીકમાં હોટેલ્સ

બધી હોટલો જુઓ બધા જુઓ
lebua Lodge at Amer

starting $79

Hotel Amer Inn

starting $15

Amer Haveli

starting $55

Amer View Hotel

starting $16

V Resorts Adhbhut Jaipur

starting $27

KK Royal Hotel & Convention Centre

starting $40

નજીકમાં સૂચવેલ સ્થળો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
જયગઢનો કિલ્લો

જયગઢ કિલ્લો, જે જયપુરથી લગભગ ૧૫ કિમી દૂર આવેલો છે, એ ભારતના સ

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
આમેરનો કિલ્લો

આમેરનો કિલ્લો (હિંદી: आमेर क़िला)એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જ

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
આમેરનો કિલ્લો

આમેરનો કિલ્લો (હિંદી: आमेर क़िला)એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જ

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
હવા મહેલ

હવા મહેલ (હિંદી: हवा महल, અર્થ: 'હવાદાર મહેલ' કે “પવનનો મહેલ”

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
સીટી પેલેસ, જયપુર

સીટી પેલેસ, જયપુર, જેમાં ચંદ્ર મહેલ અને મુબારક મહેલ અને અન્ય ઈ

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
જંતર મંતર

જંતર મંતરએ એક ખગોળ સ્થાપત્યોનો સમૂહ છે, જેને મહા

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Raj Bhavan (Rajasthan)

Raj Bhavan (Hindi for Government House) is the official residence of

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
ચાંદ વાવડી

ચાંદ વાવડી એક પ્રખ્યાત પગથીકુવો છે. તે ભારતના રાજસ્થાનની રાજ

સમાન પ્રવાસી આકર્ષણો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Palacios nazaríes

Les palais nasrides constituent un ensemble palatin destiné à la vie d

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Dolmabahçe Palace

The Dolmabahçe Palace (Turkish: Dolmabahçe Sarayı) in Istanbul, Tu

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Monplaisir Palace

The Monplaisir Palace is part of the Peterhof Palace Complex, Russia.

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Laxenburg castles

Laxenburg castles are imperial palaces and castles outside Vienna, in

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Quinta da Regaleira

Quinta da Regaleira is a quinta located near the historic centre of

બધા સમાન સ્થાનો જુઓ