માન સરોવર

માન સરોવર (તળાવ) આજના તિબેટમાં આવેલું છે અને ચાઇનીઝ તાબામાં આવેલું છે. તેં પીવાલાયક તાજા પાણીથી ભરેલું છે. આશરે લ્હાસાથી ૨૦૦૦ કિ.મી. દૂર છે. તેની પશ્ચિમે રક્ષાસ્થલ સરોવર અને ઉત્તરે કૈલાસ પર્વત આવેલ છે.

ભૂગોળ

માન સરોવર ના અક્ષાંસ-રેખાંશ: ૩૦°૪૦'૨૫.૬૮" ઉત્તર, ૮૧°૨૮'૦૭.૯૦" પૂર્વ.

સરોવર દરિયાની સામાન્ય સપાટીથી ૪૫૫૬ મી.ની ઉંચાઇ પર છે. તે દુનિયાનું સહુથી ઉંચુ પીવાલાયક તાજા પાણીનું સરોવર છે. આકારમાં સરોવર ગોળ છે. તેનો પરિઘ ૮૮ કિ.મી., ઊંડાઇ ૯૦ મી. અને ક્ષેત્રફળ ૩૨૦ ચો. કિ.મી. છે. શિયાળામાં તેનું પાણી થીજી જાય છે અને વસંત ઋતુમાં ઓગળે છે. સતલજ, બ્રહ્મપુત્રા, સિંધૂ અને કર્નાલી નદી સરોવરની આસપાસ થી નીકળે છે.

સાંસ્કૃતિક મહત્વ

કૈલાસ પર્વતની માફક, માન સરોવર એક પવિત્ર યાત્રાધામ છે. ભારત, તિબેટ અને બીજા પડોશી દેશોમાંથી ઘણા યાત્રાળુઓ દર વર્ષે અંહિ આવે છે. ખાસ કરીને ભારતમાંથી નિયમિત રીતે યાત્રાઓ ગોઠવાય છે જેમાં કૈલાસ-માનસરોવરની યાત્રા પ્રસિદ્ધ છે જે દર વર્ષે હોય છે. યાત્રાળુંઓ અંહિ આવીને સ્નાન કરે છે જે તેમના પાપ ધોવે છે તેવું મનાય છે.

હિંદુ માન્યતા મુજબ, સરોવરની ઉત્પતિ સૌપ્રથમ બ્રહ્માના મનમાં થઇ હતી, આથી તેને માનસ્+સરોવર = માનસરોવર કહેવામાં આવે છે. હિંદુ લોકો હંસ પક્ષીને ડાહ્યુ અને પવિત્ર માને છે અને માનસરોવર હંસ પક્ષીઓ માટે ઉનાળા દરમિયાન ઘર બની રહે છે. (હંસનું તાત્વિક મહત્વ પણ છે કે - હંસ..હંસ વારે વારે બોલવાથી સોહમ્ સોહમ્ બોલાય છે, જે ઉપનિષદનો સંદેશ છે.) બૌદ્ધ લોકો તેને અનોતટા સરોવર તરીકે પણ ઓળખે છે જ્યાં માયા દેવીએ બુદ્ધને ગર્ભમાં ધારણ કરેલા. સરોવરના કિનારા પર થોડા આશ્રમો-બૌદ્ધિક મઠો પણ છે. ચ્યુ ગોમ્પા તરીકે ઓળખાતો એક મઠ ઘણો જાણીતો છે જે એક ઊભી ટેકરી પર બનાવેલ છે અને એવું લાગે કે જાણે પત્થરમાંથી જ કોતર્યો હોય.

વધુ માહિતી

Listed in the following categories:
એક ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્સ અને સંકેતો
There are no tips nor hints for માન સરોવર yet. Maybe be you will be the first one to post useful information for fellow travellers? :)

નજીકમાં હોટેલ્સ

બધી હોટલો જુઓ બધા જુઓ
The Munsyari Retreat

starting $36

Hotel Bala Paradise Munsiyari

starting $32

Ojaswi Resort

starting $54

Milam Inn

starting $31

Johar Hilltop Resort

starting $28

Hotel Baakhlee

starting $17

નજીકમાં સૂચવેલ સ્થળો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Lake Rakshastal

La'nga Co (officially: La'nga Co;

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Mount Kailash

Mount Kailash (Devanagari: कैलाश पर्वत, Kailāśā Parvata) is a peak in

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Nanda Devi

Nanda Devi is the second highest mountain in India and the highest

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન

વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન એક ભારતીય

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન

નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાનભારતના ઉત્તરાખંડ રાજ્યમાં ન

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Badrinath temple

Badrinath temple, sometimes called Badrinarayan temple, is situated

સમાન પ્રવાસી આકર્ષણો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
પરાશર સરોવર (હિમાચલ પ્રદેશ)

પરાશર સરોવર (હિન્દી:पराशर झील; અંગ્રેજી:Prashar Lake) એ ભારત દેશના

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
La Brea Tar Pits

The La Brea Tar Pits (or Rancho La Brea Tar Pits) are a famous cluster

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Synevyr

Lake Synevyr (Ukrainian: озеро Синевир) is the largest lake in the

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Kaali crater

Kaali is a group of 9 meteorite craters located on the Estonian island

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Lake Bosumtwi

Lake Bosumtwi, situated within an ancient meteorite impact crater, is

બધા સમાન સ્થાનો જુઓ